________________
૩૧૪ |
શ્રી ભગવતી સત્ર-૨
ઉપયોગ વિના વસ્ત્ર, પાત્ર, કંબલ અને પાદપ્રીંછન આદિ ઉપકરણો લે અને મૂકે તો હે ભગવન્! શું તે અણગારને ઐર્યાપથિકી ક્રિયા લાગે કે સાંપરાયિકી ક્રિયા લાગે?
ઉત્તર- હે ગૌતમ! પ્રશ્રોક્ત પ્રવૃત્તિઓ ઉપયોગ વિના અર્થાતુ વિવેક વિના કરનાર અણગારને ઐર્યાપથિકી ક્રિયા લાગતી નથી, સાંપરાયિકી ક્રિયા લાગે છે.
गोयमा ! जस्स णं कोह-माण-माया-लोभा वोच्छिण्णा भवंति तस्स णं इरियावहिया किरिया कज्जइ, णो संपराइया किरिया कज्जइ । जस्संण कोहमाणमाया-लोभा अवोच्छिण्णा भवंति तस्सणं संपराइया किरिया कज्जइ, णो इरियावहिया किरिया कज्जइ । अहासुत्तं रीयमाणस्स इरियावहिया किरिया कज्जइ, उस्सुत्तं रीयमाणस्स संपराइया किरिया कज्जइ, से णं उस्सुत्तमेव रीयइ; से तेणटेणं । શબ્દાર્થ - મMT૩૪ = ઉપયોગ રહિત વોચ્છિUT = નષ્ટ થઈ ગયા હોય મહાસુત્ત = સૂત્રાનુસાર રયમાણસ = પ્રવૃત્તિ કરનાર ૩સુત્ત માણસ = સૂત્ર વિપરીત પ્રવૃત્તિ કરનાર. ભાવાર્થ - પ્રશ્ન- ભગવન્! તેનું શું કારણ છે?
ઉત્તર- હે ગૌતમ! જે જીવના ક્રોધ, માન, માયા, લોભ, નાશ પામ્યા હોય અર્થાત્ જે વીતરાગી હોય તેને ઐર્યાપથિકી ક્રિયા લાગે છે, સાંપરાયિકી ક્રિયા લાગતી નથી. જે જીવના ક્રોધ, માન, માયા અને લોભ; તે ચારે ભૂચ્છિન્ન થયા નથી તેને સાંપરાયિકી ક્રિયા જ લાગે છે, ઐર્યાપથિકી ક્રિયા લાગતી નથી. તેમજ સંપૂર્ણતયા આગમ અનુસાર આચરણ કરનાર અણગારને ઐર્યાપથિકી ક્રિયા લાગે છે અને સુત્રથી વિપરીત આચરણ કરનાર અણગારને સાંપરાયિકી ક્રિયા લાગે છે. ઉપયોગ રહિત ગમનાદિ પ્રવૃત્તિ કરનાર તે અણગાર તો સ્પષ્ટતઃ સૂત્રથી વિપરીત આચરણ કરે છે. તેથી હે ગૌતમ ! એ પ્રમાણે કહ્યું છે કે તે અણગારને સાંપરાયિકી ક્રિયા લાગે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સર્વ સાવધયોગના ત્યાગી, નવકોટિએ સંયમ આરાધનામાં તત્પર શ્રમણને વિવેક રહિત–ઉપયોગ શુન્ય ભાવે પ્રવૃત્તિ કરવાના કારણે સાંપરાયિકી ક્રિયા લાગવાનું સૂક્ષ્મતમ નિરૂપણ કર્યું છે. શ્રમણની સાપરાયિકી ક્રિયા - સર્વ સાવધેયોગના ત્યાગી અણગાર જો અનુપયોગથી–અવિવેકથી ગમનાદિ ક્રિયા કરે તો તેનું ચારિત્ર મહાસુત્ત ન હોય તેથી તેને સાંપરાયિકી ક્રિયા લાગે છે અને તે અણગારના સંજ્વલન ક્રોધ આદિ કષાય પણ વિદ્યમાન હોય છે, તે કારણે તેને કાયિકી આદિ સાંપરાયિકી ક્રિયા લાગે છે.
તે સિવાય ઉપયોગપૂર્વક ગમનાદિ પ્રવૃત્તિ કરનાર અણગારને હિંસાજન્ય આરંભિકી ક્રિયા લાગતી