________________
| શતક-૭ઃ ઉદ્દેશક-૧
[ ૩૧૩] एवं पंच दंडगा णेयव्वा- दुक्खी दुक्खेणं फुडे, दुक्खी दुक्खं परियायइ, दुक्खी दुक्खं उदीरेइ, दुक्खी दुक्खं वेएइ, दुक्खी दुक्खं णिज्जरेइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું દુઃખી નૈરયિક દુઃખથી સ્પષ્ટ થાય છે કે અદુઃખી નૈરયિક દુઃખથી સ્પષ્ટ થાય છે?
ઉત્તર- હે ગૌતમ! દુઃખી નૈરયિક જ દુઃખથી પૃષ્ટ થાય છે, અદુઃખી નરયિક દુઃખથી સ્પષ્ટ થતા નથી. આ જ રીતે વૈમાનિક પર્યત ચોવીસ દંડકમાં કહેવું જોઈએ.
આ રીતે પાંચ (આલાપક) કહેવા જોઈએ યથા- (૧) દુઃખી દુઃખથી સ્પષ્ટ થાય છે. (૨) દુઃખી દુઃખનું પરિગ્રહણ કરે છે. (૩) દુઃખી દુઃખની ઉદીરણા કરે છે. (૪) દુઃખી દુઃખનું વેદન કરે છે. (૫) દુઃખી દુઃખની નિર્જરા કરે છે.
વિવેચન :
પ્રસ્તુત બે સૂત્રમાં દુઃખસ્પર્શના સિદ્ધાંતની મીમાંસા છે.
અહીં દુઃખના કારણભૂત કર્મને દુઃખ અને કર્મયુક્ત જીવને દુઃખી કહ્યા છે. કર્મબંધનું કારણ ગદ્વેષાદિ છે, તે જ રીતે કર્મવેદન, ઉદીરણા આદિનું કારણ પણ કર્મ અથવા કર્મજન્ય ભાવો જ છે. (૧) સકર્મક-કર્મવાન જીવ દુઃખી અને કર્મમુક્ત સિદ્ધ ભગવાન અદુઃખી છે. જે દુઃખી-કર્મયુક્ત છે, તે દુઃખ એટલે કર્મથી પૃષ્ટ–બદ્ધ થાય છે. (૨) તે સકર્મક જીવ દુઃખ-કર્મને ગ્રહણ (નિધત્ત) કરે છે (૩) દુઃખ-કર્મની ઉદીરણા કરે છે (૪) ઉદીર્ણ—ઉદય પ્રાપ્તનું વેદન કરે છે (૫) તે સ્વયં સ્વદુઃખની-કર્મની નિર્જરા કરે છે. અકર્મક (અદુઃખી) સિદ્ધ જીવમાં આ દુઃખ-કર્મનો સ્પર્શ આદિ નથી.
ઉપરોક્ત કથનથી જૈનદર્શનનો મુખ્ય સિદ્ધાંત સૂચિત થાય છે કે સિદ્ધ થયેલા આત્મા કદાપિ દુઃખ-કર્મથી સ્પષ્ટ થતા નથી અને તેઓ આ લોકમાં પુનઃ અવતાર ધારણ કરતા નથી.
ઉપયોગ રહિત અણગારને સાંપરાયિકી ક્રિયા :|१८ अणगारस्स णं भंते ! अणाउत्तं गच्छमाणस्स वा, चिट्ठमाणस्स वा, णिसीय- माणस्स वा, तुयट्टमाणस्स वा, अणाउत्तं वत्थं पडिग्गहं कंबलं पायपुंछणं गेण्हमाणस्स वा णिक्खिवमाणस्स वा; तस्स णं भंते ! किं इरियावहिया किरिया
? સારા શિરિયા કાફ?
गोयमा ! णो इरियावहिया किरिया कज्जइ, संपराइया किरिया कज्जइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જો કોઈ શ્રમણ, અનુપયોગપણે ગમન કરે, ઊભા રહે, બેસે, સૂવે અને