________________
[ ૩૧૨ ]
શ્રી ભગવતી સૂત્ર-૨
ગતિ કરે છે. મધ્યલોકથી સિદ્ધક્ષેત્ર પર્યત આ ગતિ થાય છે. સૂત્રકારે છે કારણ અને ચાર દષ્ટાંત દ્વારા આ ગતિને સ્પષ્ટ કરી છે. યથા
(૧) નિઃસંગતા – નિર્લેપતા. ઘાસ, કુશ રૂ૫ કર્મથી રહિત જીવ તુંબડાની જેમ ઊર્ધ્વગતિ કરે છે. (૨) નીરાગતા :-લેપ્ય પદાર્થ માટીરૂપ મોહઆસક્તિથી રહિત જીવ લૂંબડાની જેમ ઊર્ધ્વગતિ કરે છે. (૩) ગતિ પરિણામ - જલની સપાટી પર તરવાના સ્વભાવવાળું તુંબડું સ્વભાવથી જ ઊર્ધ્વગતિ કરી જલની ઉપરની સપાટી પર આવી જાય છે તે જ રીતે ઊર્ધ્વગમનના સ્વભાવથી જ જીવ કર્મરહિત થતાં લોકાગ્રે પહોંચી જાય છે. આ ત્રણ કારણો માટે સૂંબડાનું દષ્ટાંત છે. (૪) બંધ છેદ - વટાણા આદિની શિંગ અથવા એરંડના બીજની જેમ કર્મનો વિચ્છેદ થતાં જીવની ઊર્ધ્વગતિ થાય છે. (૫) નિરિક્વતા -ઈધન રહિત ધૂમની ઊર્ધ્વગતિની જેમ કર્મ કે શરીર રહિત જીવની ઊર્ધ્વગતિ થાય છે. (૬) પૂર્વ પ્રયોગ :- અનાદિકાલથી કર્મ અને શરીરના સંયોગથી જીવોના ગમન સ્વભાવના કારણે કર્મ અને શરીરથી મુક્ત થવા છતાં પૂર્વપ્રયોગથી જીવ ધનુષ્યમાંથી છૂટેલા બાણની જેમ લક્ષ્ય સ્થાને પહોંચી જાય છે, પૂર્વ પ્રયોગ માટે કુંભારના પ્રયોગથી ફરતો ચાકડો વગેરે અનેક દષ્ટાંત છે. સંક્ષેપમાં કર્મ રહિત જીવને લોકાગ્રે પહોંચવામાં સકર્માવસ્થામાં અનેક વાર કરેલી ગતિ જ કારણરૂપ બને છે.
આ રીતે કર્મોથી મુક્ત થયેલો જીવ એક જ સમયમાં લોકાગ્રે પહોંચી જાય છે. દુઃખીને દુઃખનો સ્પર્શ :१६ दुक्खी णं भंते ! दुक्खेणं फुडे, अदुक्खी दुक्खेणं फुडे ?
गोयमा ! दुक्खी दुक्खेणं फुडे, णो अदुक्खी दुक्खेणं फुडे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું દુઃખી જીવ દુ:ખથી પૃષ્ટ થાય છે કે અદુ:ખી જીવ દુઃખથી પૃષ્ટ થાય છે?
ઉત્તર- હે ગૌતમ! દુ:ખી જીવ જ દુઃખથી સ્પષ્ટ થાય છે પરંતુ અદુઃખી જીવ દુઃખથી પૃષ્ટ થતો નથી. १७ दुक्खी णं भंते ! णेरइए दुक्खेणं फुडे, अदुक्खी णेरइए दुक्खेणं फुडे ?
गोयमा ! दुक्खी णेरइए दुक्खेणं फुडे, णो अदुक्खी णेरइए दुक्खेणं फुडे। एवं दंडओ जाव वेमाणियाणं ।