________________
શતક-૭ઃ ઉદ્દેશક-૧
[ ૩૧૧ ]
શબ્દાર્થ - વેલિલિયા = વટાણાની શિંગ ડ = ફૂટીને. ભાવાર્થ - પ્રશ- હે ભગવન્! બંધનનો છેદ થઈ જવાથી કર્મ રહિત જીવની ગતિ કેવી રીતે થાય છે?
ઉત્તર- હે ગૌતમ! જેમ કોઈ વટાણાની શિંગ, મગની શિંગ, અડદની શિંગ, સિંબલીની શિંગ અને એરંડના ફળને તાપમાં રાખીને સૂકવીએ, તે સૂકાઈ જાય ત્યારે ફાટે છે અને તેનું બીજ ઉછળીને દૂર જઈને પડે છે. હે ગૌતમ ! આ જ રીતે કર્મરૂપ બંધનનો છેદ થઈ જવાથી કર્મ રહિત જીવની ગતિ થાય છે. १४ कहं णं भंते ! णिरिंधणयाए अकम्मस्स गई पण्णायइ ?
गोयमा ! से जहाणामए घूमस्स इंधणविप्पमुक्कस्स उड्डेवीससाए णिव्वाघाए णं गई पवत्तइ; एवं खलु गोयमा ! णिरिंधणयाए अकम्मस्स गई पण्णायइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ઈન્જનથી રહિત થવાથી કર્મ રહિત જીવની ગતિ કેવી રીતે થાય છે?
ઉત્તર- હે ગૌતમ! જે રીતે ઈન્ધનથી મુક્ત થતાં ધૂમની ગતિ, કોઈ પણ પ્રકારના વ્યાઘાત વિના સ્વાભાવિક રીતે ઉપરની તરફ થાય છે, હે ગૌતમ! તે જ રીતે કર્મરૂપ ઈધનથી રહિત થતાં તેમજ શરીરથી મુક્ત થતાં કર્મરહિત જીવની ઊર્ધ્વગતિ થાય છે. |१५ कह णं भंते ! पुव्वप्पओगेणं अकम्मस्स गई पण्णायइ ?
गोयमा !से जहाणामए कंडस्स कोदंडविप्पमुक्कस्स लक्खाभिमुही णिव्वाघाएणं गई पवत्तइ; एवं खलु गोयमा ! पुव्वप्पओगेणं अकम्मस्स गई पण्णायइ । एवं खलु गोयमा ! णिस्संगयाए णिरंगणयाए जाव पुव्वप्पओगेणं अकम्मस्स गई पण्णायइ। શબ્દાર્થ - સ - બાણની વિમુક્સ - ધનુષથી છૂટેલા તાપમુહ - લક્ષ્ય તરફ, નિશાનની તરફ.
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પૂર્વપ્રયોગથી કર્મ રહિત જીવની ગતિ કેવી રીતે થાય છે?
ઉત્તર-હે ગૌતમ! જેમ ધનુષથી છૂટેલા બાણની ગતિ કોઈ પણ પ્રકારના વ્યાઘાત વિના લક્ષ્યાભિમુખી થાય છે; હે ગૌતમ ! તે જ રીતે પૂર્વપ્રયોગથી કર્મ રહિત જીવની ગતિ થાય છે. તેથી હે ગૌતમ! આ પ્રમાણે કહ્યું છે કે નિઃસંગતાથી, નીરાગતાથી યાવત્ પૂર્વપ્રયોગથી કર્મ રહિત જીવની (ઊર્ધ્વ) ગતિ થાય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં કર્મ રહિત જીવની ગતિની પ્રરૂપણા કરી છે. કર્મરહિત જીવ સ્વભાવથી જ ઊર્ધ્વ