SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ ] શ્રી ભગવતી સૂત્ર-૨ सलिलतलमइवइत्ता अहे धरणितलपइट्ठाणे भवइ ? हंता, भवइ । अहे णं से तुंबे तेसिं अट्ठण्हं मट्टियाले वाणं परिक्खएणं धरणितलमइवइत्ता उप्पि सलिलतलपइट्ठाणे भवइ ? हंता भवइ । एवं खलु गोयमा ! णिस्संगयाए, णिरंगणयाए, गइपरिणामेणं अकम्मस्स गई पण्णायइ । શબ્દાર્થ -૫૫/ય કહી છે, દેખાય છે, સ્વીકૃત છેffછ - છિદ્ર રહિત વિયં-નિરુપહત, તૂટેલું ન હોય તેવું પરિવચ્ચેના = સંસ્કાર કરીને વે= બાંધે છે ૩ વાવ = તડકામાં રાખીને સૂકવે મૂરું મૂહું = વારંવાર અસ્થમતારમપરિસિયલ ૩૬ કિ = અથાહ, તરી ન શકાય તેવા માથોડાથી–પુરુષ પ્રમાણથી પણ અધિક પાણીમાં પરિર્વિજ્ઞા = પ્રક્ષેપ કરે સિતતમવત્તા = પાણીની ઉપરની સપાટીને છોડીને સદે પતિને પદ્દાને = નીચે પૃથ્વીતલ પર બેસે. ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! નિઃસંગતાથી, નિરાગતાથી અને ગતિપરિણામથી કર્મ રહિત જીવની ગતિ કેવી રીતે થાય છે? ઉત્તર- હે ગૌતમ ! જેમ કોઈ પુરુષ છિદ્ર રહિત, તિરાડ રહિત એક સૂકા તુંબડા પર ક્રમશઃ પરિકર્મ(સંસ્કાર) કરતાં કરતાં તેના પર ડાભ અને કુશને લપેટે; તે લપેટીને તેના પર આઠ વાર માટીના લેપ લગાવે પછી તેને તડકામાં સૂકવે; વારંવાર સૂકવે; ત્યાર પછી અત્યંત સૂકાયેલા તે તુંબડાને અથાહ, અતરણીય, માથોડા ભર પાણીમાં નાંખે; તો હે ગૌતમ! માટીના આઠ લેપથી વિશાળ થયેલું, ભારે થયેલું, વિશાળ અને ભારે થયેલું તે તુંબડું શું પાણીની ઉપરની સપાટીને છોડીને અર્થાત્ ઉપર તરવાના બદલે નીચે તળિયે જઈને સ્થિત થાય છે? [ગૌતમ સ્વામી] હા, ભગવન્! તે તુંબડું નીચે તળિયે સ્થિત થાય છે. [ભગવાને પુનઃ પૂછ્યું હે ગૌતમ! પાણીના કારણે જ્યારે તે સૂંબડાના માટીના આઠે લેપ ઓગળી જાય ત્યારે તે તુંબડું તળિયેથી પાણીની ઉપરની સપાટી પર આવી જાય છે ? [ગૌતમસ્વામી હા, ભગવન્! તે પાણીની ઉપરની સપાટી પર આવી જાય છે. હે ગૌતમ! આ જ રીતે નિઃસંગતાથી(કર્મ સંગ દૂર થવાથી) નિરાગતાથી (આસક્તિ દૂર થવાથી) અને ગતિ પરિણામથી (સ્વાભાવિક ગતિ સ્વભાવથી) કર્મરહિત જીવની ઊર્ધ્વગતિ થાય છે. |१३ कहं णं भंते ! बंधणछेयणयाए अकम्मस्स गई पण्णायइ ? ___ गोयमा ! से जहाणामए कलसिंबलिया इ वा, मुग्गसिंबलिया इ वा, माससिंबलिया इ वा, सिंबलिसिंबलिया इ वा, एरंडर्मिजिया इ वा उण्हे दिण्णा सुक्का समाणी फुडित्ता णं एगंतमंतं गच्छइ; एवं खलु गोयमा ! बंधण छेयणयाए अकम्मस्स गई पण्णायइ ।
SR No.008759
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages505
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy