________________
३०८
શ્રી ભગવતી સૂત્ર–૨
અક્ષળ-પાળ-ધામ-સામેળ પડિતા મેનાને વિજ જામ્મર ?
गोयमा ! समणोवासए णं तहारूवं समणं वा जाव पडिलाभेमाणे तहारूवस्स समणस्स वा माहणस्स वा समाहिं उप्पाएइ, समाहिकारए णं तामेव समाहिं पडिलब्भइ ।
શબ્દાર્થ :- તહવું = તથારૂપ, ઉત્તમ, શ્રેષ્ઠ આચારવાન માહળ = અહિંસક પાસુ = પ્રાસુક, અચિત્ત ખળીય = ગવેષણામાં શુદ્ધ, દોષરહિત પતિ મેમાળે = વહોરાવતા, વિધિપૂર્વક સુપાત્ર દાન દેતા. ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! તથારૂપના અહિંસક શ્રમણને પ્રાસુક અને એષણીય અશન, પાન, ખાદિમ અને સ્વાદિમરૂપ આહાર દ્વારા પ્રતિલાભિત કરતા શ્રમણોપાસકને શું લાભ થાય ?
ઉત્તર– હે ગૌતમ ! તથારૂપના અહિંસક શ્રમણને આહાર–પાણી આદિ, વહોરાવતા શ્રમણોપાસક તથારૂપના શ્રમણ અથવા માહણને સમાધિ ઉત્પન્ન કરે છે, સમાધિ ઉત્પન્ન કરનાર હોવાથી તે શ્રમણોપાસક સ્વયં તે જ સમાધિને પ્રાપ્ત કરે છે અર્થાત્ તેની અનુમોદનાના લાભને પ્રાપ્ત કરે છે.
९ समणोवासए णं भंते ! तहारूवं समणं वा जाव पडिलाभेमाणे किं चयइ ? નોયમા ! નીવિય પય, વુય ચય, તુવર વરેફ, વુાહ લહર, बोहिं बुज्झइ, तओ पच्छा सिज्झइ जाव अंत करेइ ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! તથારૂપના અહિંસક શ્રમણને ચારે પ્રકારનો આહાર વિધિપૂર્વક વહોરાવતા શ્રમણોપાસક શું ત્યાગે છે ?
ઉત્તર– હે ગૌતમ ! તે શ્રમણોપાસક જીવિતને અર્થાત્ જીવનનિર્વાહના કારણભૂત અન્નપાનાદિ દ્રવ્યનો ત્યાગ કરે છે, દુસ્યજ વસ્તુનો ત્યાગ કરે છે, દુષ્કર કાર્ય કરે છે, દુર્લભ એવા સુપાત્ર દાનના લાભને પ્રાપ્ત કરે છે, ધર્મ બોધને પામે છે અથવા સમ્યગ્ દર્શનની પ્રાપ્તિ કરે છે, તત્પશ્ચાત્ ક્રમશઃ તે સિદ્ધ થાય છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે.
વિવેચન :
પ્રસ્તુત બે સૂત્રોમાં શ્રમણોને અપાતા આહારદાનના અચિંત્ય મહાત્મ્યને પ્રગટ કર્યું છે. આહારદાનનો લાભ :– આહારદાનના લાભનો આધાર દાતા, ગ્રહણ કર્તા, દાન યોગ્ય દ્રવ્ય અને તે દાનની વિધિ પર છે.
સુપાત્રદાનના પાત્ર તથારૂપના શ્રમણ હોય છે. જેઓ સાધુના ગુણથી સંપન્ન અને ભગવાનની આજ્ઞાનુસાર પાંચ મહાવ્રતનું પાલન કરનાર હોય છે. આવા સુપાત્રનો સંયોગ પ્રાપ્ત થતાં દાતા પ્રસન્ન ભાવે, ગૌચરીના નિયમાનુસાર નિર્દોષ આહાર પાણી વિધિપૂર્વક વહોરાવે; ત્યારે દાતા, દેય પદાર્થ, દાનવિધિ,