________________
શતક-૭ : ઉદ્દેશક-૧
૩૦૭
જીવની હિંસાનો સંકલ્પ હોતો નથી.
७ समणोवासयस्स णं भंते ! पुव्वामेव वणस्सइसमारंभे पच्चक्खाए, से य पुढविं खणमाणे अण्णयरस्स रुक्खस्स मूलं छिंदेज्जा; से णं भंते ! तं वयं अइचरइ ?
गोयमा ! णो इणट्ठे समट्ठे; णो खलु से तस्स अइवायाए आउट्टइ ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જે શ્રમણોપાસકે પહેલાં વનસ્પતિના સંબંધી સમારંભના પ્રત્યાખ્યાન કર્યા હોય અને પૃથ્વીને ખોદતાં(તેના હાથે) કોઈ વૃક્ષનું મૂલ કપાય જાય, તો હે ભગવન્ ! શું તેના વ્રતનો
ભંગ થાય છે ?
ઉત્તર– હે ગૌતમ ! તેના વ્રતનો ભંગ થતોનથી કારણ કે તે શ્રમણોપાસકની પ્રવૃત્તિમાં વનસ્પતિની હિંસાનો સંકલ્પ હોતો નથી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં શ્રાવકના સ્થૂલ પ્રાણાતિપાત વેરમણ વ્રતની મર્યાદા અને તેના આગાર(છૂટ)નું નિર્દેશન છે. શ્રાવક સર્વ સાવધયોગના પ્રત્યાખ્યાન કરતા નથી. તેના વ્રત સ્થૂલરૂપે પાપ ત્યાગના હોય છે. તેમાં અનેક પ્રકારના આગાર હોય છે. પ્રસ્તુતમાં અહિંસા વ્રતના આગારનું પ્રતિપાદન છે.
શ્રાવક વ્રતના આગાર :– ત્રસજીવ વધના અથવા વનસ્પતિકાયિક જીવવધના પ્રત્યાખ્યાન કર્યા હોય, તેવા શ્રમણોપાસકથી પૃથ્વી ખોદતાં ત્રસજીવની હિંસા થઈ જાય અથવા કોઈ વૃક્ષનું મૂળ ઉખડી જાય, તો તેના સ્વીકૃત વ્રત પ્રત્યાખ્યાનમાં દોષ લાગતો નથી. સામાન્યતઃ દેશવિરતિ શ્રાવકને સંકલ્પપૂર્વકની હિંસાનો ત્યાગ હોય છે અને આરંભી હિંસાનો આગાર હોય છે.
સંકલ્પી હિંસા :– સંકલ્પ પૂર્વક કે બુદ્ધિપૂર્વક જે હિંસા થાય તે સંકલ્પી હિંસા છે. જેમ કે– આ સર્પને મારી નાંખુ, તેવી બુદ્ધિપૂર્વક સર્પની હિંસા કરવી.
આરંભી હિંસા :- · જીવને મારી નાંખવાના સંકલ્પ વિના જ કોઈ પણ પ્રવૃત્તિ કરતાં જીવ હિંસા થાય તે આરંભી હિંસા છે. જેમ કે– પૃથ્વી ખોદતા કોઈ સર્પ, દેડકા, કીડી, મકોડા આદિ જીવોની હિંસા થઈ જાય.
જે જીવોની હિંસાના શ્રાવકે પ્રત્યાખ્યાન કર્યા હોય, તે જીવોની જાણી જોઈને હિંસા ન કરે, ત્યાં સુધી તેનો વ્રત ભંગ થતો નથી પરંતુ તેને આરંભિકી ક્રિયા લાગે છે. આ કારણે પૃથ્વી ખોદતાં ત્રસ જીવની કે વનસ્પતિની હિંસા સંકલ્પપૂર્વક થતી ન હોવાથી તેનો વ્રતભંગ થતો નથી.
નિર્દોષ આહાર-દાનનો લાભ :
८ समणोवासए णं भंते ! तहारूवं समणं वा माहणं वा फासु- एसणिज्जेणं