________________
શ્રી ભગવતી સૂત્ર–૨
ક્રિયાઓને ૨૫ પ્રકારમાં વિભક્ત કરી છે. ઠાણાંગ સૂત્રના પાંચમાં સ્થાનમાં ૨૫ ક્રિયા કહી છે અને બીજા– સ્થાનમાં તેમાંથી ૨૪ ક્રિયાઓને સાંપરાયિકી ક્રિયા કહી છે અને ૨૫મી ઐર્યાપથિકી ક્રિયા કહી છે.
30
સાંપરાયિકી ક્રિયા :– સંપરાય એટલે સંસાર અથવા કષાય. કાયયુક્ત સંસારી જીવોની જે પ્રવૃત્તિઓ તે સાંપરાયિકી ક્રિયા કહેવાય છે. સાંપરાયિકી નામની કોઈ એક સ્વતંત્ર ક્રિયા નથી. કષાયયુક્ત જીવની ચોવીસે ચોવીસ ક્રિયાઓ સાંપરાયિકી ક્રિયાના નામે ઓળખાય છે. તેમાંથી સકષાયી જીવને પ્રત્યેક સમયે અનેક ક્રિયાઓ લાગે છે.
ઐર્યાપથિકી ક્રિયા :– ઈર્યાપથ એટલે માર્ગ પર ગમનાગમન. કાયમુક્ત વીતરાગી મહાત્માઓની ગમનાગમન વગેરે યોગજન્ય ક્રિયાઓથી ઐર્યાપથિકી ક્રિયા લાગે છે. તેઓને કષાયનો અભાવ હોવાથી સાંપરાયિકી ક્રિયા લાગતી નથી.
શ્રમણોપાસકની સાંપરાયિકી ક્રિયા ઃ- સામાયિક યુક્ત શ્રમણોપાસકને સાવધયોગનો ત્યાગ હોવા છતાં તેનો તે ત્યાગ સર્વદા સર્વથા નવકોટિએ હોતો નથી. સામાયિક કરવા છતાં તેનો પરિગ્રહ સંબંધી માલિકી ભાવ પૂર્ણતયા છૂટતો નથી, તેથી તેનો આત્મા અધિકરણી કહેવાય છે. અધિકરણી હોવાના કારણે તેને ધાર્મિક અનુષ્ઠાનના સમયે કે અન્ય સર્વ સમયે એક કે અનેક સાંપરાયિકી ક્રિયાઓ લાગ્યા જ કરે છે. अहिगरणी = અધિકરણ એટલે પાપ, સાવધયોગ, તેનાથી યુક્ત તે આત્મા અધિકરણી કહેવાય છે. શ્રમણોપાસકનો આત્મા સર્વથા સાવધયોગનો ત્યાગી ન હોવાથી અધિકરણી કહેવાય છે.
શ્રાવકના વ્રતની વિશાળતા :
६ समणोवासयस्स णं भंते ! पुव्वामेव तसपाणसमारंभे पच्चक्खाए भवइ, पुढविसमारंभे अपच्चक्खाए भवइ । से य पुढविं खणमाणे अण्णयरं तसं पाणं विहिंसेज्जा, से णं भंते ! तं वयं अइचरइ ?
गोया ! णो इणट्टे समट्ठे; णो खलु से तस्स अइवायाए आउट्टइ । શબ્દાર્થ:- હળમાળે = ખોદતાં અળયર = બીજા વયં અÄÇ = વ્રતને અતિચારયુક્ત કરે છે, વ્રતભંગ કરે છે, વ્રતનું ઉલ્લંધન કરે છે અડ્વાયાપ્= અતિપાત–હિંસાને માટે જો આદૃક્ = પ્રવૃત્તિ કરે નહીં, સંકલ્પ કરતો નથી.
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જે શ્રમણોપાસકે પહેલાં ત્રસ જીવોના સમારંભના પ્રત્યાખ્યાન કર્યા હોય, પરંતુ પૃથ્વીકાયના સમારંભ(વધ)ના પ્રત્યાખ્યાન ન કર્યા હોય, તે શ્રમણોપાસકથી પૃથ્વી ખોદતાં અન્ય કોઈ ત્રસ જીવની હિંસા થઈ જાય, તો હે ભગવન્ ! શું તેના વ્રતનું(ત્રસજીવ વધ પ્રત્યાખ્યાનનું) ઉલ્લંઘન થાય છે અર્થાત્ તેના વ્રતનો ભંગ થાય છે ?
ઉત્તર– હે ગૌતમ ! તેના વ્રતનું ઉલ્લંઘન થતું નથી, કારણ કે તે શ્રમણોપાસકની તે પ્રવૃત્તિમાં ત્રસ