________________
શતક-૭: ઉદ્દેશક-૧ .
૩૦૫ |
છે. કેવળી ભગવાન સંપૂર્ણ લોકને અને તેમાં રહેલા સંપૂર્ણ દ્રવ્યોને જાણે–દેખે છે. ઐર્યાપથિકી અને સાંપરાચિકી ક્રિયા :| ५ समणोवासयस्स णं भंते ! सामाइयकडस्स समणोवस्सए अच्छमाणस्स तस्स णं भंते ! किं इरियावहिया किरिया कज्जइ, संपराइया किरिया कज्जइ ?
गोयमा ! णो इरियावहिया किरिया कज्जइ, संपराइया किरिया कज्जइ । से केणद्वेणं भंते ! जाव संपराइया किरिया कज्जइ?
गोयमा ! समणोवासयस्स णं सामाइयकडस्स समणोवस्सए अच्छमाणस्स आया अहिगरणी भवइ, आया अहिगरणवत्तियं च णं तस्स णो इरियावहिया किरिया कज्जइ, संपराइया किरिया कज्जइ; से तेणटेणं गोयमा ! जाव संपराइया किरिया कज्जइ । શબ્દાર્થ:- સામાજીસ = સામાયિક કરનાર અચ્છમાણસ = બેઠેલા સપના જિરિયા વM૬ = કષાયયુક્ત આત્માને લાગનારી સાંપરાયિક ક્રિયા દર = અધિકરણી, પાપ પ્રવૃત્તિયુક્ત, આરંભ અને કષાય કરનાર, સાવધ યોગયુક્ત. ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવનું ! શ્રમણોના ઉપાશ્રયમાં બેસીને, સામાયિક કરતા શ્રમણોપાસકને શું ઐર્યાપથિક ક્રિયા લાગે કે સાંપરાયિક ક્રિયા લાગે?
ઉત્તર- હે ગૌતમ ! તેને સાંપરાયિક ક્રિયા લાગે છે, ઐર્યાપથિક ક્રિયા લાગતી નથી.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે તેને સાંપરાયિકી ક્રિયા લાગે?
ઉત્તર- હે ગૌતમ ! શ્રમણોના ઉપાશ્રયમાં બેઠેલા, સામાયિક કરતા શ્રમણોપાસકનો આત્મા અધિકરણી છે અર્થાત્ તેને સાવધયોગનો સર્વથા ત્યાગ ન હોવાથી આંશિક સાવધયોગ ખુલ્લા હોવાથી તે કર્મબંધના સાધન–અધિકરણથી યુક્ત છે. અધિકરણયુક્ત તે આત્માને ઐર્યાપથિકી ક્રિયા લાગતી નથી, પરંતુ સાંપરાયિકી ક્રિયા લાગે છે તેથી હે ગૌતમ! આ પ્રમાણે કહ્યું છે કે શ્રાવકને સાંપરાયિકી ક્રિયા લાગે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ઉપાશ્રયમાં બેસી સામાયિકની આરાધના કરનાર શ્રમણોપાસકને લાગતી સાંપરાયિકી ક્રિયાનું કારણ દર્શાવ્યું છે.
કિયા :- સંસારી જીવની કષાય અને યોગના કારણે થતી પ્રત્યેક પ્રવૃત્તિ ક્રિયા કહેવાય છે. સુત્રકારે તે