________________
૩૦૪ ]
શ્રી ભગવતી સત્ર-૨
વિવેચન :
- ઉપરોક્ત સૂત્રમાં જીવની સર્વ અલ્પહારકતાનું કથન છે. ઉત્પત્તિના પ્રથમ સમયે જીવની તે ભવની અપેક્ષાએ સર્વ જઘન્ય અવગાહના હોય છે. તેથી તે સમયે જીવ સર્વ અલ્પાહારી હોય છે તથા અંતિમ સમયે પ્રદેશો સંચિત થઈ જવાથી અને શરીરના અલ્પ અવયવોમાં જીવ સ્થિત થઈ જવાથી તે સર્વ અલ્પાહારી હોય છે.
લોક સંસ્થાન :| ૪ વિં સંાિ ાં અંતે !ો પાળજે ?
गोयमा !सुपइट्ठगसंठिए लोए पण्णत्ते, हेट्ठा विच्छिण्णे जावउप्पि उड्डमुइंगागारसंठिए । तसिं च णं सासयंसि लोगंसि हेट्ठा विच्छण्णंसि जाव उप्पि उड्डमुइंगागारसंठियसि उप्पण्णणाणदसणधरे अरहा जिणे केवली जीवे वि जाणइ पासइ, अजीवे वि जाणइ पासइ, तओ पच्छा सिज्झइ जाव सव्व दुक्खाणं अंतं करेइ । શદાર્થ:-સુફદૃષ્પિ - સુપ્રતિષ્ઠિત શકોરાના આકારે મુરલંડિ - ઊર્ધ્વમૃદંગના આકારે. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! લોકનું સંસ્થાન(આકાર) કેવો છે?
ઉત્તર- હે ગૌતમ ! લોકનું સંસ્થાન સુપ્રતિષ્ઠિત શરાવલા(શકોરા)ના આકારે છે. તે નીચેથી વિસ્તીર્ણ–પહોળો, વચ્ચેથી સંકીર્ણ-સાંકડો અને ઉપર ઊર્ધ્વમૃદંગના આકારે છે. નીચેથી વિસ્તૃત, વચ્ચેથી સંકીર્ણ અને ઉપર ઊર્ધ્વમૃદંગાકારના આ શાશ્વત લોકમાં ઉત્પન્ન કેવલજ્ઞાનદર્શનના ધારક, અહંન્ત, જિન, કેવળી ભગવાન જીવોને પણ જાણે–દેખે છે અને અજીવોને પણ જાણે–દેખે છે. તત્પશ્ચાતુ તે કેવળી ભગવાન પોતાના આયુષ્ય કર્મનો સંપૂર્ણ ક્ષય થતાં સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થાય છે, સર્વ દુઃખોનો અંત કરે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં લોકના આકારને ઉપમા દ્વારા સમજાવ્યો છે.
નીચે એક ઊંધુ શકોરું(શરાવલ-કોડીયુ) રાખીએ, તેના પર એક સીધુ શકોરું અને તેના પર એક ઊંધુ શકોરું રાખીએ ત્યારે જે આકૃતિ થાય તેની સમાન લોકનું સંસ્થાન છે. લોકનો વિસ્તાર નીચે સાત રજુ પરિમાણ છે, ઉપર ક્રમશઃ ઘટતાં ઘટતાં સાત રજુની ઊંચાઈ પર એક રજુ પહોળો છે. તત્પશ્ચાત્ ક્રમશઃ વધતાં વધતાં સાડા દસ રજુની ઊંચાઈ પર પાંચ રજુ અને પુનઃ ઘટતાં ઘટતાં શિરોભાગમાં એક રજ્જુનો વિસ્તાર છે. નીચેથી ઉપર સુધીની ઊંચાઈ ૧૪ રજુ છે. લોકના સ્વરૂપને યથાર્થ રૂપે સમજાવવા માટે તેના ત્રણ વિભાગ કર્યા છે– અધોલોક, તિર્યલોક અને ઊર્ધ્વલોક. અધોલોકનો આકાર ઊંધા શકોરા જેવો, તિર્યલોકનો આકાર ઝાલર અથવા પૂર્ણ ચંદ્રમા જેવો અને ઊર્ધ્વલોકનો આકાર ઊર્ધ્વમૃદંગ જેવો