________________
શ્રી ભગવતી સત્ર૨
જીવને અનાહારક દશા અત્યપ હોય છે. તે આ પ્રમાણે છે– (૧) સિદ્ઘ જીવ સદા અનાહારક હોય છે. (૨) કેવળી ભગવાન કેવળી સમુદ્દાતના ત્રીજા, ચોથા, પાંચમા સમયમાં અણાહારક હોય છે. (૩) અયોગી કેવળી અવસ્થા અર્થાત્ ચૌદમા ગુણસ્થાનમાં જીવ અનાહારક હોય છે (૪) વાટે વહેતા જીવ વિગ્રહગતિના એક, બે અથવા ત્રણ સમય અનાહારક હોય છે. પ્રસ્તુત સૂત્રમાં વાટે વહેતા જીવની અનાહારક અવસ્થાનું કથન છે.
૩૦૨
પ્રથમાદિ સમય ઃ– અનાદિકાલીન જીવની ઉત્પત્તિ ક્યારે ય થતી નથી. તેથી સૂત્રકથિત પ્રથમાદિ સમયને પર્યાય અપેક્ષાએ સમજવા. પ્રસ્તુત સૂત્રમાં નૂતનભવના આયુષ્યના પ્રથમ, દ્વિતીય, તૃતીયાદિ સમયનું ગ્રહણ કર્યું છે.
વિગ્રહગતિ :- જીવ એક ભવનું આયુષ્ય પૂર્ણ કરી બીજા ભવમાં જન્મ ધારણ કરવા માર્ગમાં ગમન કરે છે તેને વિગ્રહગતિ કે અંતરાલ ગતિ કહે છે. જીવની આ ગતિ આકાશપ્રદેશની શ્રેણી અનુસાર જ થાય છે. જીવનું ઉત્પત્તિ સ્થાન જો સમશ્રેણીએ હોય અર્થાત્ સીધી રેખાએ હોય તો જીવ વળાંક લીધા વિના ૠજુગતિએ ગમન કરે છે. જવનું ઉત્પત્તિ સ્થાન જો વિષમ શ્રેણી પર હોય તો જીવ એક, બે કે ત્રણ વળાંક લઈ વક્રગતિએ ગમન કરે છે.
એક સમયની જુગતિ :– કોઈ જીવ ઋજુગતિએ ગમન કરે ત્યારે તે એક જ સમયમાં ઉત્પત્તિ સ્થાને પહોંચી જાય છે અને ત્યાં ઉત્પન્ન થાય તે જ સમયે તે આહાર ગ્રહણ કરે છે. આ રીતે ઋજુગતિવાળા જીવ પ્રથમ સમયમાં આહારક જ હોય છે.
બે સમયની વિગ્રહગતિ ઃ– જ્યારે જીવ એક–વળાંક લઈ બે સમયે ઉત્પત્તિ સ્થાને પહોંચે છે, ત્યારે પ્રથમ સમયે વળાંક પર્યંત પહોંચે છે અને ત્યારે જીવ અનાહારક હોય છે. બીજા સમયે ઉત્પત્તિ સ્થાનમાં ઉત્પન્ન થાય છે અને આહાર ગ્રહણ કરે છે. આ રીતે પ્રથમ સમયમાં અનાહારક અને દ્વિતીય સમયે આહારક હોય છે. જીવની આ એક વળાંકવાળી બે સમયની વિગ્રહગતિ, એકવક્રાતિ કહેવાય છે.
ત્રણ સમયની વિગ્રહગતિ :– જ્યારે જવ બે વળાંક લઈને ત્રણ સમયમાં ઉત્પન્ન થાય છે ત્યારે પ્રારંભના બે સમય સુધી અનાહારક હોય છે અને ત્રીજે સમયે આહારક હોય છે. જીવની આ બે વળાંકવાળી ત્રણ સમયની વિગ્રહગતિ, વિક્રાગતિ કહેવાય છે.
ચાર સમયની વિગ્રહગતિ :- • જ્યારે જીવ ત્રણ વળાંક લઈને ચાર સમયમાં ઉત્પન્ન થાય, ત્યારે ત્રણ સમય સુધી અનાહારક અને ચોથે સમયે આહારક હોય છે. જીવની આ ત્રણ વળાંકવાળી ચાર સમયની વિગ્રહગતિ, ત્રિવક્રાગતિ કહેવાય છે. ત્રણ વળાંકનો ક્રમ આ પ્રમાણે છે– ત્રસ નાડીની બહાર વિદિશામાં રહેલો કોઈ જીવ, જ્યારે અધોલોકથી ઊર્ધ્વલોકમાં ત્રસનાડીની બહારની દિશામાં ઉત્પન્ન થાય છે, ત્યારે તે જીવ અવશ્ય પ્રથમ સમયે વિશ્રેણીમાંથી સમશ્રેણીમાં આવે છે, બીજા સમયે ત્રસનાડીમાં પ્રવેશ કરે છે. ત્રીજા સમયે ઊર્ધ્વલોકમાં જાય છે અને ચોથા સમયે ત્રસનાડીની બહાર નીકળીને, ઉત્પત્તિ સ્થાનમાં ઉત્પન્ન થાય છે. જો ત્રસનાડીથી બહાર નીકળીને, બહારની વિદિશામાં ઉત્પન્ન થાય તો ચાર વળાંક પણ