________________
શતક-૭ : ઉદ્દેશક-૧
[ ૩૦૧]
હોવાથી તેનું નામ છવાસ્થ છે. (૧) ૩ સંવુડ - નવમા ઉદ્દેશકનો આવિષય અસંવૃત અણગારના વિકુર્વણા સામર્થ્યનો હોવાથી તેનું નામ અસંવૃત છે. (૨૦) ગણ 0િ – દશમા ઉદ્દેશકમાં કાલોદાયી આદિ અન્યતીર્થિકનું મંતવ્ય હોવાથી તેનું નામ અન્યતીર્થિક છે. જીવની અનાહારકતા :
२ तेणं कालेणं तेणं समएणं जाव एवं वयासी- जीवे णं भंते ! कं समयमणाहारए भवइ ? .
गोयमा ! पढमे समए सिय आहारए सिय अणाहारए; बिइए समए सिय आहारए सिय अणाहारए, तइए समए सिय आहारए सिय अणाहारए, चउत्थे समए णियमा आहारए ।
एवं दंडओ । जीवो य एगिंदिया य चउत्थे समए, सेसा तइए समए । ભાવાર્થ:- તે કાલે અને તે સમયે યાવતુ ગૌતમ સ્વામીએ (શ્રમણ ભગવાન મહાવીરને) આ પ્રમાણે પ્રશ્ન કર્યો
પ્રશ્ન- હે ભગવન્! પરભવમાં જતો જીવ કયા સમયે અનાહારક હોય છે?
ઉત્તર- હે ગૌતમ! પરભવમાં જતો જીવ, પ્રથમ સમયે કદાચિત્ આહારક હોય છે અને કદાચિત્ અનાહારક હોય છે, દ્વિતીય સમયે કદાચિત્ આહારક હોય છે અને કદાચિત્ અનાહારક હોય છે, તૃતીય સમયે કદાચિત્ આહારક હોય અને કદાચિત્ અનાહારક હોય છે, ચોથા સમયે નિયમતઃ(અવશ્ય) આહારક હોય છે.
આ રીતે નૈરયિક આદિ ૨૪ દંડકોમાં કહેવું જોઈએ. સામાન્ય જીવ અને એકેન્દ્રિય જીવ ચોથા સમયે આહારક હોય છે, તે સિવાય શેષ દંડકના જીવો ત્રીજા સમયે આહારક હોય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં વિગ્રહગતિ પ્રાપ્ત(વાટે વહેતા) જીવની આહારક–અનાહારક દશાનું વર્ણન છે.
આહારક-અનાહારક - સંસારી જીવ ઓજ, રોમ કે કવલાહાર દ્વારા શરીર અને પર્યાપ્તિ યોગ્ય પુદ્ગલ ગ્રહણ કરે તેને આહારક અને તદ્યોગ્ય પુગલ ગ્રહણ ન કરે તેને અનાહારક કહે છે. સંસાર કાલમાં