________________
શતક-૭ : ઉદ્દેશક-૧,
| ૨૯૯ |
* સકર્મક જીવને જ દુઃખનો(કર્મનો) સ્પર્શ, ગ્રહણ, ઉદીરણા, ઉદય આદિ હોય છે, અકર્મક જીવને દુઃખના(કર્મના) સ્પર્ધાદિ થતા નથી. * ઉપયોગ શુન્યપણે વસ્ત્ર, પાત્રાદિ ઉપકરણોને લેતા, મૂકતા સાધુને સાંપરાયિક ક્રિયા લાગે છે. કષાયના અસ્તિત્વ રહિત વીતરાગી અણગારને ઐર્યાપથિક ક્રિયા લાગે છે. * સંયમ જીવન માટે આહાર ગ્રહણ કરવો આવશ્યક છે. તે આહારની નિર્દોષતાનું લક્ષ્ય એ સંયમનું મહત્ત્વપૂર્ણ અંગ છે. તેથી શાસ્ત્રકારે ગૌચરી સંબંધી અનેક દોષોનું અને નિર્દોષતાનું વર્ણન કર્યું છે. અંગાર દોષ - નિર્દોષ આહારને આસક્તિપૂર્વક અથવા દાતાની પ્રશંસા કરીને ભોગવવો. ધૂમ દોષ – નિર્દોષ આહાર અપ્રીતિપૂર્વક અથવા દાતાની નિંદા કરીને ભોગવવો. સંયોજના દોષ - સ્વાદ વૃદ્ધિ માટે સંયોજ્ય પદાર્થોનું મિશ્રણ કરીને ભોગવવો. ક્ષેત્રાતિકાંત દોષ - આહાર–પાણી લાવવા કે ભોગવવા. જે ક્ષેત્રમાં સૂર્ય વિદ્યમાન હોય તે દિવસ ક્ષેત્ર કહેવાય છે. તે દિવસ ક્ષેત્રમાંથી સૂર્ય પસાર થઈ ગયા પછી કે તે દિવસ ક્ષેત્રમાં સૂર્ય આવ્યા પહેલાં અર્થાત્ સૂર્યોદય પહેલાં કે સૂર્યાસ્ત પછી (રાત્રિ સમયે) આહાર–પાણી લાવવા–ભોગવવાને ક્ષેત્રાતિક્રાંત દોષ કહે
કાલાતિકાંત દોષ :- પ્રથમ પ્રહરના આહાર પાણી ચોથા પ્રહરમાં ભોગવવા. માગતિક્રાંત દોષ – બે ગાઉ(૭ કિ.મી.)થી દૂરના ક્ષેત્રમાં આહાર પાણી લઈ જઈ ભોગવવા. પ્રમાણાતિકાંત દોષ - ૩ર કવલથી અધિક આહાર કરવો.
આ રીતે સાધુએ સંયમ યાત્રાના નિર્વાહ માટે ૧૬ ઉદ્દગમના, ૧૬ ઉત્પાદનના, ૧૦ એષણાના, તે ૪૨ દોષ રહિત આહાર ગ્રહણ કરવો અને પાંચ માંડલાના દોષનો ત્યાગ કરીને, વિવેકપૂર્વક સમભાવથી આહાર કરવો જોઈએ.