________________
૨૯૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૨
अणंतरखेत्तो- गाढे पोग्गले अत्तमायाए आहारेंति णो परंपरखेत्तोगाढे । जहा णेरइया तहा जाव वेमाणियाणं दंडओ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નૈરયિક જીવ જે પુગલોને આત્મા દ્વારા આહારરૂપે ગ્રહણ કરે છે, શું તે આત્મ શરીર ક્ષેત્રાવગાઢ (જે આકાશપ્રદેશોમાં શરીર છે તે પ્રદેશોમાં સ્થિત) પુદ્ગલોને આત્મા દ્વારા ગ્રહણ કરે છે? અથવા અનંતર ક્ષેત્રાવગાઢ પુદ્ગલોને આત્મા દ્વારા ગ્રહણ કરે છે? કે પરંપર ક્ષેત્રાવગાઢ પુગલોને આત્મા દ્વારા ગ્રહણ કરે છે?
ઉત્તર- હે ગૌતમ ! તે આત્મ શરીરક્ષેત્રાવગાઢ પુગલોને આત્મા દ્વારા ગ્રહણ કરે છે, પરંતુ અનંતર ક્ષેત્રાવગાઢ પુદ્ગલોને ગ્રહણ કરતા નથી અને પરમ્પર ક્ષેત્રાવગાઢ પુલોને પણ ગ્રહણ કરતા નથી. જે રીતે નૈરયિકોને માટે કહ્યું, તે જ રીતે વૈમાનિકો પર્યત સંપૂર્ણ કથન કરવું.
વિવેચન :
પ્રસ્તુત બે સૂત્રોમાં સમસ્ત સંસારી જીવો દ્વારા આહારરૂપે ગ્રહણ કરવા યોગ્ય પુલોના સંબંધમાં પ્રશ્નોત્તર છે. નિષ્કર્ષ :- નારક આદિ સમસ્ત જીવો પ્રથમ વિકલ્પથી અર્થાત્ સ્વશરીર ક્ષેત્રમાં રહેલા (સ્વશરીર ક્ષેત્રાવ- ગાઢ) પુદગલોને આહારરૂપે ગ્રહણ કરે છે, પરંતુ બીજા અને ત્રીજા વિકલ્પથી ગ્રહણ કરતા નથી. કેવલી ભગવાનનું જ્ઞાન-દર્શન સામર્થ્ય :१० केवली णं भंते ! आयाणेहिं जाणइ, पासइ ? गोयमा णो ! इणटे समढे । શબ્દાર્થ - આયાર્દ = ઈન્દ્રિયો દ્વારા. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું કેવલી ભગવાન ઈન્દ્રિયો દ્વારા જાણે–દેખે છે?
ઉત્તર- હે ગૌતમ! તેમ નથી. | ??જેનાં મતે ! પડ્યું ?
गोयमा ! केवली णं पुरथिमेणं मियं पि जाणइ, अमियं पि जाणइ जाव णिव्वुडे दंसणे केवलिस्स, से तेणटेणं ।
जीवाणं य सुहं दुक्खं, जीवे जीवइ तहेव भविया य ।
एगंतदुक्खं वेयण, अत्तमायाय केवली । ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે?