________________
| શતક-૬ઃ ઉદ્દેશક-૧૦
૨૯૫ |
ઉત્તર- હે ગૌતમ ! કેવલી ભગવાન પૂર્વદિશામાં પરિમિતને પણ જાણે છે અને અપરિમિતને પણ જાણે છે વાવ કેવલીનું જ્ઞાન અને દર્શન નિવૃત્ત હોય છે અર્થાત્ પરિપૂર્ણ, કૃત્ન અને નિરાવરણ હોય છે. તેથી હે ગૌતમ ! આ પ્રમાણે કહ્યું છે.
ગાથાર્થ- જીવોના સુખ-દુઃખ, જીવ, જીવનું પ્રાણધારણ, ભવ્ય, એકાન્ત દુઃખવેદના, આત્મા દ્વારા પુદ્ગલોનું ગ્રહણ અને કેવલી આદિ વિષયો પર દસમા ઉદ્દેશકમાં વિચાર કર્યો છે. II હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. /
વિવેચન :
કેવળી ભગવાનનું જ્ઞાન અતીન્દ્રિય છે, અનંત છે, પરિપૂર્ણ છે. શતક-પ૪માં પણ આ સૂત્ર આવી ગયું છે. ત્યાં જ તેનું વિવેચન કર્યું છે.
છે શતક ૬/૧૦ સંપૂર્ણ
શતક-૬ સંપૂર્ણ