________________
| શતક-૬ઃ ઉદ્દેશક-૧૦
[૨૭]
जाव मणुस्सा वेमायाए वेयणं वेयंति आहच्च सायमसायं; से तेणटेणं । શબ્દાર્થ – આદિશ્વ = કદાચિત્ વેમાલાપ = વિમાત્રાથી, વિવિધ પ્રકારે સાયં = શાતારૂપ, સુખરૂપ સાથે = અશાતારૂપ, દુઃખરૂપ. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અન્યતીર્થિક આ પ્રમાણે કહે છે યાવત્ પ્રરૂપણા કરે છે કે સર્વ પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વ એકાંત દુઃખરૂપ વેદનાને વેદે છે, હે ભગવન! તે કેવી રીતે હોઈ શકે ?
ઉત્તર– હે ગૌતમ ! અન્યતીર્થિક આ પ્રમાણે કહે છે યાવત્ પ્રરૂપણા કરે છે, તે મિથ્યા છે. હે ગૌતમ ! હું આ પ્રમાણે કહુ છું યાવત્ પ્રરૂપણા કરું છું કે– કેટલાક પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વ, એકાન્ત દુઃખ રૂ૫ વેદના વેદે છે અને કદાચિત્ શાતારૂપ વેદના પણ વેદે છે; કેટલાક પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વ, એકાંત સુખ રૂપ વેદના વેદે છે અને કદાચિત્ અશાતા રૂપ વેદના વેદે છે અને કેટલાક પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વ વિમાત્રાથી વેદના વેદે છે, કદાચિત્ શાતારૂપ અને કદાચિતુ અશાતારૂપ વેદના વેદે છે.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે?
ઉત્તર- હે ગૌતમ! નૈરયિક, એકાંત દુઃખરૂપ વેદના વેદે છે અને કદાચિત્ સુખરૂપ વેદના વેદે છે. ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવો એકાંત શાતારૂપ વેદના વેદે છે પરંતુ કદાચિત્ અશાતારૂપ વેદના પણ વેદે છે તથા પૃથ્વીકાયિક જીવોથી મનુષ્ય પર્યંતના જીવો વિમાત્રાથી વેદના વેદે છે, કદાચિત સુખ અને કદાચિતુ દુઃખરૂપ વેદના વેદે છે. તેથી હે ગૌતમ! ઉપર્યુક્ત કથન કર્યું છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અન્યતીર્થિકોની સર્વ જીવો દ્વારા એકાંત દુઃખ વેદનાની માન્યતાનું ખંડન કરીને અનેકાન્તશૈલીથી સ્વસિદ્ધાંતની પ્રરૂપણા કરી છે.
નૈરયિક એકાંત દુઃખ વેદે છે પરંતુ દેવસંયોગાદિ કારણે કદાચિત્ સુખ પણ વેદે છે, દેવ એકાંત સુખ વેદે છે, પરંતુ પારસ્પરિક સંઘર્ષ, ઈર્ષા, દ્વેષ આદિમાં તથા પ્રિય વસ્તુના વિયોગાદિમાં દુઃખ પણ વેદે છે. પૃથ્વીકાયિક જીવોથી લઈને મનુષ્યો સુધીના જીવો કોઈક સમયે સુખ અને કોઈક સમયે દુઃખ, ક્યારેક સુખ દુખ મિશ્રિત વેદના વેદે છે.
એક ક્ષેત્રાવગાઢ પુદ્ગલાહાર :| ९ णेरइया णं भंते ! जे पोग्गले अत्तमायाए आहारेति ते किं आयसरीर-खेत्तोगाढे पोग्गले अत्तमायाए आहारैति, अणंतरखेत्तोगाढे पोग्गले अत्तमायाए आहारैति, परंपरखेत्तोगाढे पोग्गले अत्तमायाए आहारैति ?
गोयमा ! आयसरीरखेत्तोगाढे पोग्गले अत्तमायए आहारैति, णो