________________
શ્રી ભગવતી સૂત્ર–૨
શબ્દનો બે વાર પ્રયોગ કર્યો છે, તેથી નિશ્ચિત થાય છે કે જીવ છે તે ચૈતન્ય સ્વરૂપ છે, અને ચૈતન્ય સ્વરૂપ છે તે જ જીવ છે.
૨૯૨
જીવની પર્યાયોનો જીવ સાથેનો સંબંધ :– ત્યાર પછીના પ્રશ્નોમાં જીવની નારકાદિ પર્યાયો જીવરૂપ છે કે નહીં, તદ્વિષયક પ્રશ્નો છે.
નારકાદિ પર્યાયો જીવરૂપ જ છે કારણ કે પર્યાયો દ્રવ્યથી સર્વથા ભિન્ન નથી. પર્યાય દ્રવ્યનો જ વિકાર છે. પરંતુ જીવ છે તે નારકાદિરૂપે જ હોય તેવું એકાંતે નથી, કારણ કે પર્યાયો સદા પરિવર્તનશીલ છે. જીવ ક્યારેક નારક પર્યાયરૂપે હોય, ક્યારેક દેવ પર્યાયરૂપે હોય; આ રીતે જીવની પર્યાયોનું પરિવર્તન થયા કરે છે.
જીવ અને પ્રાણનો સંબંધ ઃ— જે પ્રાણ ધારણ કરે છે તે જીવ છે, પરંતુ જીવ છે તે પ્રાણ ધારણ કરે જ છે, તેવું એકાંતે નથી. અહીં 'પ્રાણ' શબ્દથી દ્રવ્યપ્રાણનું ગ્રહણ કર્યું છે. તેમાં પ્રત્યેક સંસારી જીવ પોતાની યોગ્યતા પ્રમાણે પ્રાણ ધારણ કરે છે, સિદ્ધના જીવ જીવ છે પરંતુ તે દ્રવ્યપ્રાણને ધારણ કરતા નથી. કારણ કે દ્રવ્યપ્રાણ કર્મજન્ય છે. આ રીતે પ્રાણને જીવ સાથે સંબંધ નિયમા છે, જીવનો પ્રાણ સાથેનો સંબંધ વિકલ્પે છે.
ભવી અભવી સાથે નારકાદિનો સંબંધ :– ભવ્યત્વ અને અભવ્યત્વ પણ જીવનો અનાદિ સાંત પારિણામિક ભાવ છે. તે જીવની સમગ્ર સંસારાવસ્થા પર્યંત રહે છે, સિદ્ધાવસ્થામાં રહેતો નથી. તેની સંસારાવસ્થામાં તેના ભિન્ન ભિન્ન સ્થાને જન્મ મરણ થયા કરે છે. તેથી જે ભવી છે તે નારક પણ હોય અને નારકથી ભિન્ન અન્યરૂપે પણ હોય શકે છે. તે જ રીતે જે નારક છે, તે ભવી જ હોય તેવું પણ એકાંતે નથી. કેટલાક નારકો અભવી પણ હોય છે. આ રીતે બંનેનો સંબંધ પરસ્પર વિકલ્પે છે.
જીવના સુખ-દુ:ખ વેદન સંબંધી સ્વ-પર સિદ્ધાંત :
८ अण्णउत्थिया णं भंते ! एवं आइक्खंति जाव परूवेंति - एवं खलु सव्वे पाणा भूया जीवा सत्ता एगंतदुक्खं वेयणं वेयंति; से कहमेयं भंते ! एवं ?
गोमा ! जं णं ते अण्णउत्थिया एवं आइक्खति जाव परूवैति जाव मिच्छं ते एवं हंसु; अहं पुण गोयमा ! एवं आइक्खामि जाव परूवेमि- अत्थेगइया पाण भूया जीवा सत्ता एतदुक्खं वेयणं वेयंति, आहच्च सायं वेयणं वेयंति; अत्थेगइया पाणा भूया जीवा सत्ता एगंतसायं वेयणं वेयंति, आहच्च अस्सायं वेयणं वेयंति; अत्थेगइया पाणा भूया जीवा सत्ता वेमायाए वेयणं वेर्देति आहच्च सायमसायं ।
સે હેકેળ મતે ! વ ?
गोयमा ! णेरइया एगंतदुक्खं वेयणं वेयंति आहच्च सायं, भवणवइवाणमंतर - जोइस-वेमाणिया एगतसायं वेयणं वेयंति आहच्च असायं; पुढविक्काइया