________________
શતક-૬ઃ ઉદ્દેશક-૮.
[ ૨૭૯ ]
गोयमा ! जावइया लोए सुभा णामा, सुभा रूवा, सुभा गंधा, सुभा रसा, सुभा फासा; एवइया णं दीवसमुद्दा णामधेज्जेहिं पण्णत्ता । एवं णेयव्वा सुभा णामा; उद्धारो, परिणामो, सव्वजीवाणं उप्पाओ। ॥ सेवं भंते ! તેવું તે ! | ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! દ્વીપ સમુદ્રોના કેટલા નામ છે?
ઉત્તર- હે ગૌતમ! આ લોકમાં જેટલા શુભ નામ, શુભ રૂ૫, શુભ રસ, શુભ ગંધ અને શુભ સ્પર્શ છે; તેટલા નામ દ્વીપ સમુદ્રોના છે. આ રીતે સર્વ શુભ નામવાળા દીપ અને સમુદ્ર જાણવા જોઈએ. તથા તેનો ઉદ્ધાર, પરિણમન અને સર્વ જીવોનો ઉત્પાદ અન્ય સુત્ર પ્રમાણે જાણવા.// હે ભગવન! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. તે
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં દીપ-સમુદ્રોના શુભ નામોનો નિર્દેશ કર્યો છે. સ્વસ્તિક, શ્રીવત્સ આદિ સુશબ્દ; પીતાદિ સુંદર રૂપવાચક શબ્દ; કપૂર આદિ સુગંધવાચક શબ્દ; દ્રાક્ષ, ખજૂર આદિ મધુરરસ વાચક શબ્દ તથા નવનીત આદિ મૃદુસ્પર્શ વાચક શબ્દ; આ રીતે જેટલા શુભ નામો આ લોકમાં છે, તે સમસ્ત નામવાળા દીપ-સમુદ્ર છે. ઉદ્ધાર, પરિણામ અને ઉત્પાદન :- (૧) અઢી સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમ અથવા ૨૫ ક્રોડાકોડી સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમના જેટલો સમય હોય છે, તેટલા દ્વીપ સમુદ્ર લોકમાં છે. (૨) આ દ્વીપ–સમુદ્ર પૃથ્વી, જલ, જીવ અને પુદ્ગલોના પરિણામ સ્વરૂપ છે. (૩) પ્રત્યેક જીવ પૃથ્વીકાયિકથી લઈને ત્રસકાયિકરૂપે અનેક અથવા અનંતવાર ત્યાં ઉત્પન્ન થઈ ચૂક્યા છે.
છે શતક ૬/૮ સંપૂર્ણ છે