________________
શ્રી ભગવતી સૂત્ર–૨
ઉત્તર– હે ગૌતમ ! લવણ સમુદ્ર ઉપર ઉઠેલા જળવાળો છે પરંતુ સમતલ જળવાળો નથી. તે ક્ષુબ્ધ જળવાળો છે પરંતુ શાંત જળવાળો નથી. વગેરે વર્ણનથી પ્રારંભ કરીને, જે રીતે જીવાભિગમ સૂત્રમાં કહ્યું છે તે રીતે સર્વ વર્ણન જાણી લેવું જોઈએ યાવત્ હે ગૌતમ ! તે કારણે બહારના સમુદ્ર પૂર્ણ, પૂર્ણ પ્રમાણવાળા, છલોછલ ભરેલા, છલકાતા અને પરિપૂર્ણ ભરેલા ઘટની સમાન છે. સંસ્થાનથી તે એક સમાન સ્વરૂપ– વાળા, પરંતુ વિસ્તારની અપેક્ષાએ અનેક પ્રકારના સ્વરૂપવાળા છે. તે દ્વિગુણ દ્વિગુણ વિસ્તારવાળા છે અર્થાત્ પોતાના પૂર્વવર્તી દ્વીપથી બમણા પ્રમાણવાળા છે યાવત્ આ તિર્યક્લોકમાં અસંખ્યાત દ્વીપ સમુદ્ર છે; અંતિમ સ્વયંભૂરમણ સમુદ્ર છે. હે આયુષ્યમાન શ્રમણ ! આ રીતે દ્વીપ અને સમુદ્ર કહ્યા છે.
વિવેચન :
૨૭૮
પ્રસ્તુત સૂત્રમાં મધ્યલોકમાં આવેલા અસંખ્યાત દ્વીપ–સમુદ્રના સ્વરૂપ અને પ્રમાણનું વર્ણન જીવાભિગમ સૂત્રના અતિદેશ પૂર્વક છે. તેનું ટૂંક પરિચય આ પ્રમાણે છે—
અસંખ્યાત દ્વીપ–સમુદ્રોની સંસ્થિતિ :– મધ્યલોકની બરાબર મધ્યમાં જંબુદ્રીપ નામનો દ્વીપ છે. તેને ફરતો—લવણ સમુદ્ર છે. તેને ફરતો ધાતકીખંડ નામનો દ્વીપ છે. આ રીતે મધ્યલોકમાં એક દ્વીપ, એક સમુદ્ર, તેમ અસંખ્યાત દ્વીપ અને અસંખ્ય સમુદ્ર વ્યાપ્ત છે.
વિસ્તાર ઃ• જંબુદ્રીપ એક લાખ યોજનનો છે. લવણસમુદ્રનો ચક્રવાલ વિષ્મભ(ગોળાકારે પહોળાઈ) બે લાખ યોજન છે. ધાતકીખંડનો ચક્રવાલ વિધ્યુંભ ચાર લાખ યોજન છે. આ રીતે પ્રત્યેક દ્વીપ–સમુદ્ર દ્વિગુણિત
વિસ્તારવાળા છે.
આકાર :– અસંખ્યાત દ્વીપ–સમુદ્રમાંથી એક જંબુદ્રીપ વર્તુળાકાર ગોળ આકારવાળો છે. શેષ સર્વ દ્વીપ અને સમુદ્ર વલયાકાર એટલે ચૂડીના આકારે છે.
જળ સ્વભાવ :- અસંખ્યાત સમુદ્રમાંથી એક લવણસમુદ્ર ઉચ્છિતોદક છે. લવણ સમુદ્રનું પાણી ઊર્ધ્વદિશામાં સાધિક ૧૬૦૦૦(સોળ હજાર) યોજન સુધી ઊંચું છે. તેથી તે ઉપર ઊઠેલા જલવાળો છે, સમ જલવાળો નથી. લવણ સમુદ્રમાં અનેક પાતાળ કળશ છે અને તેમાં રહેલા વાયુના વિક્ષોભથી લવણસમુદ્રમાં ભરતી આવે છે, તેથી તે ઉછળતા પાણીવાળો છે. શેષ સર્વ સમુદ્રો શાન્ત જળવાળા છે.
તમસ્કાય :– અરુણવર સમુદ્રમાંથી તમસ્કાય ઉપર ઉઠે છે પરંતુ તે લવણસમુદ્રની ડગમાળાની જેમ સઘન ઉછળતા જળવાળી નથી પરંતુ પ્રગાઢ ધુમ્મસ જેવી છે.
વરસાદ :- લવણસમુદ્રમાં વરસાદ થાય છે પરંતુ અન્ય સમુદ્રમાં વરસાદ વરસતો નથી. સર્વ સમુદ્રમાં અનેક ઉદકયોનિના જીવ અને પુદ્ગલ ઉદકરૂપે ઉત્પન્ન થાય છે અને ચ્યવે છે.
દ્વીપ સમુદ્રોના શુભ નામ :
२१ दीवसमुद्दा णं भंते ! केवइया णामधेज्जेहिं पण्णत्ता ?