________________
શતક-દ: ઉદેશક-૮
૨૭૭
જે રીતે જાતિ નામ કર્મથી સંબંધિત આ બાર ભેદ છે તે જ રીતે ગતિ, અવગાહના, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશનામના ૧૨–૧૨ પ્રકાર કરતાં ૬૪ ૧૨ = ૭ર પ્રકાર થાય છે. સમુચ્ચય જીવ અને ૨૪ દંડકના જીવોમાં આ ૭૨ પ્રકારની પૃચ્છા હોવાથી ૭૨ x ૨૫ = ૧૮૦૦ ભંગ થાય છે. આયુષ્ય કર્મ સાથે બંધાતી પ્રકૃતિઓઃ- પ્રત્યેક ભવમાં આગામી એક ભવનું આયુષ્ય જીવન દરમ્યાન એક જ વાર બંધાય છે. શેષ સાત કર્મ જીવન પર્યત સમયે-સમયે બંધાતા રહે છે. ગતિ, જાતિ વગેરે નામ કર્મનો બંધ તો કાયમ થતો જ હોય છે છતાં આયુષ્ય કર્મના બંધ સમયે આયુષ્યને અનુરૂપ ગત્યાદિનો બંધ થાય છે. જેમ કે કોઈ મનુષ્યને જ્યારે દેવ આયુષ્યનો બંધ થતો હોય ત્યારે તેને અન્ય મનુષ્ય, તિર્યંચ વગેરે ગતિ નામ કર્મને છોડી દેવગતિ નામ કર્મનો અને પાંચ જાતિ નામ કર્મમાંથી પંચેન્દ્રિય જાતિનો જ બંધ થાય, અન્ય એકેન્દ્રિય આદિજાતિ વગેરેનો બંધ થતો નથી. આ રીતે અન્ય પણ દેવ પ્રાયોગ્ય પ્રકૃતિ જ બંધાય તે સહજ રીતે સમજી લેવું જોઈએ અને તે દેવાયુનો જ્યારે ઉદય થાય ત્યારે તે સમયે દેવાયુને અનુરૂપ દેવગતિ, પંચેદ્રિય જાતિ, વૈક્રિય શરીર વગેરે નામ કર્મની પ્રકૃતિઓ અવશ્ય ઉદયમાં આવી જાય છે. તે જ રીતે કોઈ જીવને પૃથ્વીકાયના આયુષ્યનો બંધ થતો હોય તો તે સમયે પૃથ્વીકાય યોગ્ય તિર્યંચગતિ, એકેન્દ્રિય જાતિ, ઔદારિક શરીર વગેરે પ્રકૃતિઓનો બંધ થાય છે. તેમજ તે આયુષ્યના ઉદય સમયે પણ તરૂપ તે જ પ્રકૃતિનો ઉદય થાય છે. અસંખ્ય દ્વીપ સમુદ્ર :२० लवणे णं भंते ! समुद्दे किं उसिओदए, पत्थडोदए, खुब्भियजले, અણુભિય- મને ?
गोयमा ! लवणे णं समुद्दे उसिओदए, णो पत्थडोदए, खुब्भियजले, णो अखुब्भियजले । एत्तो आढत्तं जहा जीवाभिगमे जाव से तेणटेणं गोयमा ! बाहिरिया णं दीवसमुद्दा पुण्णा पुण्णप्पमाणा वोलट्टमाणा वोसट्टमाणा समभरघडत्ताए चिट्ठति। संठाणओ एगविहिविहाणा, वित्थारओ अणेगविहिविहाणा; दुगुणा, दुगुणप्पमाणाओ, जाव अस्सि तिरियलोए असंखेज्जा दीवसमुद्दा सयंभूरमणपज्जवसाणा पण्णत्ता समणाउसो ! । શબ્દાર્થ:- ગોવU = ઉચ્છિતોદક, ઉપર ઉઠેલા જળવાળા પત્થરોપ = પ્રસ્તટોદક, સમ જલવાળા બિયન = ક્ષુબ્ધ જલવાળા, ઉછળતા પાણીવાળા અખિયનને = અક્ષુબ્ધ જલવાળા, શાંત જલ-વાળા બાદ = પ્રારંભ કરીને પુvણ = પૂર્ણ વોનટ્ટનાણા = છલોછલ ભરેલા વોટ્ટનાણાં = છલકાતા હોય તેવા ભરેલા પwવસા = પર્યવસાન, પર્યત.
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન ! શું લવણ સમુદ્ર ઉપર ઉઠેલા જળવાળો છે, સમ જળવાળો છે, ક્ષુબ્ધ જળવાળો છે અથવા શાંત જળવાળો છે?