________________
શ્રી ભગવતી સૂત્ર–૨
પ્રદેશબંધ અને અનુભાગબંધ સૂચિત કર્યો છે. આ છ ભેદમાંથી ગતિ, જાતિ, અવગાહના(શરીર) આ ત્રણે, નામ કર્મની પ્રકૃતિ છે તેથી તેને નામકર્મ રૂપે કહ્યા છે. સ્થિતિ, અનુભાગ, પ્રદેશ ત્રણે નામકર્મ રૂપ નથી, બંધના પ્રકાર છે પરંતુ પ્રસ્તુતમાં આ ત્રણે બંધ નામકર્મની પ્રકૃતિ સાથે સંબંધિત હોવાથી તેનું નામ રૂપે કથન કર્યું છે.
૨૭૬
આયુષ્યના બંધ સમયે આયુષ્યને અનુરૂપ નામકર્મની જેમ આયુષ્યને અનુરૂપ ગોત્રકર્મનો પણ વિશિષ્ટ રૂપે બંધ–ગોઠણવી થાય છે. જેમ કે એકેન્દ્રિયના આયુષ્યના બંધ સમયે નીચગોત્રનો બંધ–ગોઠવણી થાય છે. જાતિ, ગતિ વગેરે નામકર્મ, ગોત્રકર્મ, આયુષ્ય કર્મ આ ત્રણેની સહચારી કર્મપ્રકૃતિઓને નિધત્ત, નિકાચિત સાથે અસંયોગી, દ્વિસંયોગી વગેરે ભંગ કરતાં ૧૨ પ્રકાર થાય છે.
નામ, આયુ, ગોત્ર નિધત્તાદિ વિશેષિત જીવના બાર પ્રકાર :–
(૧) જાતિ નામ નિધત્ત :– જે જીવોએ એકેન્દ્રિયાદિ જાતિ નામકર્મને ઉદય માટે નિષિક્ત કર્યું છે તે.
(૨) જાતિ નામ નિધત્તાયુ ઃ— જે જીવોએ એકેન્દ્રિયાદિ જાતિ અને આયુષ્ય બંને કર્મને ઉદય માટે સમાન રીતે નિષિક્ત કર્યું છે તે.
(૩) જાતિ નામ નિયુક્ત ઃ– જે જીવોએ એકેન્દ્રિયાદિ જાતિ નામકર્મના વેદનનો પ્રારંભ કર્યો છે તે.
-
(૪) જાતિ નામ નિયુક્તાયુ :– જે જીવોએ આયુષ્ય સાથે એકેન્દ્રિયાદિ જાતિ નામકર્મના વેદનનો પ્રારંભ કર્યો છે તે.
(૫) જાતિ ગોત્ર નિધત્ત ઃ– જે જીવોએ જાતિ આદિ નામકર્મ તથા નીચ ગોત્ર આદિ ગોત્ર કર્મને ઉદય માટે નિષિક્ત કર્યું છે તે.
--
(૬) જાતિ ગોત્ર નિધત્તાયુ જે જીવોએ જાતિ અને ગોત્રની સાથે આયુષ્ય કર્મને નિધત્ત કર્યું છે તે. (૭) જાતિ ગોત્ર નિયુક્ત ઃ– જે જીવોએ જાતિ અને ગોત્રકર્મને નિયુક્ત કર્યું છે તે.
--
(૮) જાતિ ગોત્ર નિયુક્તાયુ :– જે જીવોએ જાતિ અને ગોત્રની સાથે આયુષ્ય કર્મને નિયુક્ત કર્યું છે તે. (૯) જાતિનામ ગોત્ર નિધત્ત ઃ– જે જીવોએ જાતિ નામ અને ગોત્ર કર્મને નિધત્ત કર્યું છે તે.
(૧૦) જાતિનામ ગોત્ર નિધત્તાયુ – જે જીવોએ જાતિ નામ અને ગોત્રની સાથે આયુષ્ય કર્મને નિધત્ત કર્યું છે તે.
(૧૧) જાતિનામ ગોત્ર નિયુક્ત ઃ— જે જીવોએ જાતિ, નામ અને ગોત્ર કર્મને નિયુક્ત કર્યું છે તે. (૧૨) જાતિ નામ ગોત્ર નિયુક્તાયુ :- જે જીવોએ જાતિ, નામ અને ગોત્રની સાથે આયુષ્ય કર્મને નિયુક્ત કર્યું છે તે.