________________
૨૭૦ |
શ્રી ભગવતી સૂત્ર-૨
| ९ एवं तच्चाए वि भाणियव्वं, णवरं-देवो वि पकरेइ, असुरो वि पकरेइ, णो णागो पकरेइ । चउत्थीए वि एवं, णवरं देवो एक्को पकरेइ; णो असुरो, णो णागो पकरेइ । एवं हेट्ठिल्लासु सव्वासु देवो एक्को पकरेइ । ભાવાર્થ-આ જ રીતે પૂર્વોક્ત સર્વ કથન ત્રીજી પૃથ્વી વાલુકાપ્રભાને માટે પણ કહેવું જોઈએ. વિશેષતા એ છે કે ત્યાં વૈમાનિક દેવ વર્ષા આદિ કરે છે, અસુરકુમાર પણ કરે છે, પરંતુ નાગકુમાર કરતા નથી.
આ જ રીતે પૂર્વોક્ત સર્વ કથન ચોથી નરક માટે પણ કરવું જોઈએ. વિશેષતા એ છે કે અહીં માત્ર વૈમાનિક દેવ વર્ષાદિ કાર્ય કરે છે પરંતુ અસુરકુમાર અને નાગકુમાર દેવ કરતા નથી.
આ જ રીતે નીચેની સર્વ (પાંચમી, છટ્ટી અને સાતમી) પૃથ્વીઓમાં કેવળ વૈમાનિક દેવ આ સર્વ કાર્ય કરે છે, અસુરકુમાર અને નાગકુમાર કરતા નથી. १० अत्थि णं भंते ! सोहम्मीसाणाणं कप्पाणं अहे गेहा इ वा गेहावणा ૬ વા? રોયના ! રૂપ સમ ! ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું સૌધર્મ અને ઈશાનકલ્પ નામના દેવલોકો ની નીચે ઘર કે દુકાન છે?
ઉત્તર- હે ગૌતમ! ત્યાં ઘર આદિ નથી. ११ अत्थि णं भंते ! गामा इ वा ? गोयमा ! णो इणढे समढे । ભાવાર્થ - પ્રશ્ન- ભગવન્! શું ત્યાં પ્રામાદિ છે?
ઉત્તર- હે ગૌતમ ! ત્યાં ગ્રામાદિ નથી. |१२ अत्थि णं भंते ! उराला बलाहया ? गोयमा ! हंता, अस्थि । देवो पकरेइ, असुरो वि पकरेइ, णो णागो पकरेइ; एवं थणियसद्दे वि । ભાવાર્થ - પ્રશ્ન- ભગવન્! શું ત્યાં વિશાળ પ્રમાણમાં વાદળાઓ હોય છે?
ઉત્તર– હા, ગૌતમ ! ત્યાં વિશાળ પ્રમાણમાં વાદળાઓ હોય છે. ત્યાં વર્ષા આદિ કાર્ય વૈમાનિક દેવ કરે છે, અસુરકુમાર પણ કરે છે, પરંતુ નાગકુમાર કરતા નથી. તે જ રીતે મેઘ ગર્જના માટે પણ કથન કરવું જોઈએ. १३ अत्थि णं भंते ! बायरे पुढवीकाए, बायरे अगणिकाए ?
गोयमा ! णो इणढे समढे, णण्णत्थ विग्गहगइसमावण्णएणं ।