________________
શતક-૬ઃ ઉદ્દેશક-૮
૨૭૧ |
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ત્યાં શું બાદર પૃથ્વીકાય અને બાદર અગ્નિકાય છે?
ઉત્તર- હે ગૌતમ! ત્યાં તે કંઈ નથી. પરંતુ વિગ્રહગતિસમાપન્ન તે જીવો હોય છે. |१४ अत्थि णं भंते ! चंदिम जाव तारारूवा ? गोयमा ! णो इणढे समढे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું ત્યાં ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારારૂપ છે?
ઉત્તર- હે ગૌતમ ! ત્યાં ચંદ્ર આદિ નથી. १५ अत्थि णं भंते ! चंदाभा इ वा सूराभा इ वा ? गोयमा ! णो इणढे समढे ।
एवं सणंकुमारमाहिंदेसु, णवरं देवो एगो पकरेइ । एवं बंभलोए वि । एवं बंभलोगस्स उवरि सव्वेहिं देवो पकरेइ; पुच्छियव्वो य बायरे आउकाए, बायरे अगणिकाए, बायरे वणस्सइकाए; अण्णं तं चेव ।
तमुक्काए कप्पपणए, अगणि पुढवी य अगणि पुढवीसु ।
आऊ तेऊ वणस्सई, कप्पुवरिमकण्हराईसु ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું ત્યાં ચન્દ્ર પ્રકાશ, સૂર્ય પ્રકાશ આદિ છે?
ઉત્તર– હે ગૌતમ! ત્યાં ચંદ્ર પ્રકાશ આદિ નથી.
આ જ રીતે સંપૂર્ણ વક્તવ્યતા સનસ્કુમાર અને મહેન્દ્ર દેવલોક વિષે પણ કહેવી જોઈએ. વિશેષતા એ છે કે ત્યાં વર્ષા આદિ કાર્ય કેવળ દેવો જ કરે છે.
આ જ રીતે બ્રહ્મલોક(પાંચમા દેવલોક)વિષે પણ કહેવું જોઈએ. તે જ રીતે બ્રહ્મલોકથી ઉપર બાર દેવલોક સુધી સર્વસ્થળે પૂર્વોક્ત કથન કરવું જોઈએ. આ સર્વસ્થળે વર્ષાદિ કાર્ય કેવળ વૈમાનિક દેવ કરે છે.
આ સર્વ સ્થળે બાદર અપકાય, બાદર અગ્નિકાય અને બાદર વનસ્પતિકાયના વિષયમાં પૃચ્છા કરવી જોઈએ. તેના ઉત્તર પણ પૂર્વવત્ કહેવા જોઈએ. અન્ય સર્વ કથન પૂર્વવત્ કહેવું જોઈએ.
ગાથાર્થ– તમસ્કાયમાં અને પાંચ દેવલોકોમાં અગ્નિકાય અને પૃથ્વીકાયના સંબંધમાં પ્રશ્ન કરવા જોઈએ, રત્નપ્રભા આદિ પૃથ્વીઓમાં અગ્નિકાયના સંબંધમાં પ્રશ્ન કરવા જોઈએ. આ રીતે પાંચમા દેવલોકથી ઉપર સર્વ સ્થાનોમાં તથા કૃષ્ણરાજિઓમાં અપકાય, તેજસુકાય અને વનસ્પતિકાયના સંબંધના પ્રશ્ન કરવા જોઈએ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં રત્નપ્રભા આદિ પૃથ્વી તેમ જ દેવલોકોની નીચે શું છે અને શું નથી ? વગેરે