SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ શતક–૬ : ઉદ્દેશક−૮ ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શું આ રત્નપ્રભા પૃથ્વીની નીચે વિશાળ પ્રમાણમાં વાદળાઓ ઉત્પન્ન થાય છે, ભેગા થઈ વિસ્તાર પામે છે અને વર્ષા વરસાવે છે ? ઉત્તર– હા, ગૌતમ ! તેમ થાય છે. આ સર્વ કાર્ય ત્રણે ય પ્રકારના દેવ કરે છે યથા– (૧) વૈમાનિક દેવો પણ કરે છે (૨) અસુરકુમાર દેવ પણ કરે છે (૩) નાગકુમાર દેવ પણ કરે છે. ૨૦૯ ५ अत्थि णं भंते ! इमीसे रयणप्पभाए पुढवीए बायरे थणियसद्दे ? નોયમા ! દંતા, અસ્થિ તિષ્નિ વિ પતિ । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શું રત્નપ્રભા પૃથ્વીમાં મેઘગર્જનાનો અવાજ હોય છે ? ઉત્તર– હા ગૌતમ ! ત્યાં મેઘગર્જના હોય છે, જેને ઉપરોક્ત ત્રણે ય પ્રકારના દેવો કરે છે. ६ अत्थि णं भंते ! इमीसे रयणप्पभाए पुढवीए अहे बायरे अगणिकाए ? गोयमा ! णो इणट्ठे समट्ठे; णण्णत्थ विग्गहगइसमावण्णएणं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શું આ રત્નપ્રભા પૃથ્વીની નીચે બાદર અગ્નિકાય છે ? ઉત્તર– હે ગૌતમ ! તે શક્ય નથી પરંતુ વિગ્રહગતિ સમાપન્નક અગ્નિકાયના જીવો હોય છે. ७ अत्थि णं भंते ! इमीसे रयणप्पभाए पुढवीए अहे चंदिम जाव तारारूवा ? નોયમા ! જો ફળકે સમદે । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શું આ રત્નપ્રભા પૃથ્વીની નીચે ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારારૂપ છે ? ઉત્તર– હે ગૌતમ ! ત્યાં ચંદ્રાદિ હોતા નથી. ८ अत्थि णं भंते ! इमीसे रयणप्पभाए पुढवीए चंदाभा इ वा सूराभा इ वा ? गोयमा ! णो इणट्टे समट्ठे एवं जाव रयणप्पभाए तहा दोच्चाए पुढवीए सव्वं आलावगं भाणियव्वं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શું આ રત્નપ્રભા પૃથ્વીમાં ચંદ્રનો પ્રકાશ અને સૂર્યનો પ્રકાશ છે ? ઉત્તર– હે ગૌતમ ! ત્યાં ચંદ્રાદિનો પ્રકાશ નથી. આ જ રીતે પ્રથમ નરકના પૂર્વોક્ત કથનની જેમ બીજી નરક(શર્કરાપ્રભા) માટે પણ કથન કરવું જોઈએ.
SR No.008759
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages505
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy