________________
શતક-૬ઃ ઉદ્દેશક-૭.
[ ૨૩]
થાય નહીં, ક્ષીણ થાય નહીં; તેવા ભરેલા તે પલ્યમાંથી સો સો વર્ષે એક એક વાલાઝને કાઢતાં, જેટલા કાલમાં તે પલ્ય ક્ષીણ થાય, નીરજ થાય, નિર્મલ થાય, નિષ્ઠિત(પૂર્ણ) થાય, નિર્લેપ થાય, અપહૃત થાય અને વિશુદ્ધ(પૂર્ણ રીતે ખાલી) થઈ જાય, તેટલા કાલને એક પલ્યોપમ કાલ કહે છે.
ગાથાર્થ– આ પલ્યોપમ કાલને દસ ક્રોડાકોડીથી ગુણતા એક સાગરોપમકાળ થાય છે. | ८ एएणं सागरोवमपमाणेणं चत्तारि सागरोवमकोडाकोडीओ कालो सुसमसुसमा, तिण्णि सागरोवमकोडाकोडीओ कालो सुसमा, दो सागरोवमकोडाकोडीओ कालो सुसमदुसमा, एगसागरोवमकोडाकोडी, बायालीसाए वाससहस्सेहिं ऊणिया कालो दुसमसुसमा; एक्कवीसं वाससहस्साई कालो दुसमा, एक्कवीस वाससहस्साई कालो दुसमदुसमा ।।
पुणरवि उस्सप्पिणीए एक्कवीसंवाससहस्साइंकालो दुसमदुसमा, एक्कवीसं वाससहस्साई कालो दुसमा, एगा सागरोवमकोडाकोडी बायालीसाए वाससहस्सेहिं ऊणिया कालो दुसमसुसमा, दो सागरोवमकोडाकोडीओ कालो सुसमदुसमा, तिण्णि सागरोवमकोडाकोडीओ कालो सुसमा, चत्तारि सागरोवमकोडाकोडीओ कालो सुसम- सुसमा ।
दस सागरोवमकोडाकोडीओ कालो ओसप्पिणी, दस सागरोवमकोडाकोडीओ कालो उस्सप्पिणी, वीसंसागरोवमकोडाकोडीओ कालो ओसप्पिणी उस्सप्पिणी य । ભાવાર્થ - આ સાગરોપમ પ્રમાણથી (૧) અવસર્પિણી કાલમાં ચાર ક્રોડાકોડી સાગરોપમ કાલનો પ્રથમ સુષમસુષમા આરો છે (૨) ત્રણ ક્રોડાકોડી સાગરોપમ કાલનો બીજો સુષમા આરો છે (૩) બે ક્રોડાકોડી સાગરોપમ કાલનો ત્રીજો સુષમ દુઃષમા આરો છે (૪) બેતાલીસ હજાર વર્ષ ન્યૂન એક ક્રોડાકોડી સાગરોપમ કાલનો ચોથો દુઃષમ સુષમા આરો છે (૫) ૨૧૦૦૦ વર્ષનો પાંચમો દુઃષમ આરો છે (૬) ૨૧૦૦૦ વર્ષનો છઠ્ઠો દુઃષમ દુઃષમાં આરો હોય છે.
આ જ રીતે ઉત્સર્પિણીકાલમાં ૨૧૦૦૦ વર્ષનો પ્રથમ દુઃષમ દુઃષમા આરો, ૨૧000 વર્ષનો બીજો દુઃષમ આરો, ૪૨૦૦૦ વર્ષ જૂન એક ક્રોડાકોડી સાગરોપમનો ત્રીજો દુઃષમ સુષમા આરો, બે ક્રોડાકોડી સાગરોપમનો ચોથો સુષમ દુઃષમા આરો, ત્રણ ક્રોડાકોડી સાગરોપમનો પાંચમો સુષમ આરો, ચાર ક્રોડાકોડી સાગરોપમનો છઠ્ઠો સુષમ સુષમા આરો છે.
આ રીતે કુલ દશ ક્રોડાકોડી સાગરોપમ કાલનો એક અવસર્પિણી કાલ હોય છે અને દશ ક્રોડાકોડી સાગરોપમ કાલનો એક ઉત્સર્પિણી કાલ થાય છે. વીસ ક્રોડાકોડી સાગરોપમકાલનો એક અવસર્પિણી ઉત્સર્પિણીકાળ એટલે કાલચક્ર હોય છે.