________________
રદર |
શ્રી ભગવતી સૂત્ર-૨
ते णं वालग्गे णो अग्गी दहेज्जा, णो वाउ हरेज्जा, णो कुत्थेज्जा, णो परिविद्धंसेज्जा, णो पूइत्ताए हव्वं आगच्छेज्जा । तओ णं वाससए, वाससए एगमेगं वालग्गं अवहाय जावइएणं कालेणं से पल्ले खीणे, णिरए, णिम्मले, णिट्ठिए, पिल्लेवे, अवहडे, विसुद्धे भवइ; से त्तं पलिओवमे । गाहा
एएसि पल्लाणं, कोडाकोडी हवेज्ज दसगुणिया ।
तं सागरोवमस्स उ, एक्कस्स भवे परिमाणं ॥ શબ્દાર્થ – સ્થળ અતિવેગ = સુતીક્ષ્ણ શસ્ત્રથી પણાનું મારું = પ્રમાણોના આદિ ભૂત વિદથી = વિતસ્તિ, એક વેંત રયft = રત્ની, હાથ ળો થેન્ના = વિકૃત ન થાય તે પુત્તર દૃષ્ય માચ્છના = ક્ષીણ ન થાય, જીર્ણ-શીર્ણ ન થાય. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પલ્યોપમ કાલ શું છે? તથા સાગરોપમ કાલ શું છે?
ઉત્તર- હે ગૌતમ! જે સુતીક્ષ્ણ શસ્ત્રો દ્વારા પણ છેદી–ભેદી ન શકાય, તેવા પરમાણુને કેવલી ભગવાન સમસ્ત પ્રમાણોના આદિભૂત પ્રમાણ કહે છે. આવા અનંત પરમાણુ યુગલોના સમૂહરૂપ સમુદાયના સમાગમથી ક્રમશઃ એક ઉચ્છલક્ષ્મશ્લર્ણિકા, લણશ્લેસ્બિકા, ઊર્ધ્વરેણુ, ત્રસરેણુ, રથરેણુ, વાલાઝ, શિક્ષા, યૂકા, યવમધ્ય અને અંગુલ થાય છે. જેમ કે
આઠ ઉચ્છલક્ષ્મગ્લેક્ટ્રિકા = એક ગ્લ@ગ્લસ્મિકા. આઠ ગ્લસ્પૃશ્લેલ્શિકા = એક ઊર્ધ્વરેણુ. આઠ ઊર્ધ્વરેણુ = એક ત્રસરેણુ. આઠ ત્રસરેણુ = એક રથરેણુ. આઠ રથરેણુ = દેવકુ–ઉત્તરકુરુક્ષેત્રના મનુષ્યોનો એક વાલાગ્ર.દેવકુ–ઉત્તરકુરુમનુષ્યના આઠ વાલાગ્ર = હરિવર્ષ-રમ્યફવર્ષ ક્ષેત્રના મનુષ્યોનો એક વાલાઝ. હરિવર્ષ–રમ્યફવર્ષ ક્ષેત્રના મનુષ્યના આઠ વાલાગ્ર = હેમવત–હૈરણ્યવત્ ક્ષેત્રના મનુષ્યોનો એક વાલાઝ. હૈમવત-હૈરણ્ય ક્ષેત્રના મનુષ્યના આઠ વાલાગ્ર = પૂર્વવિદેહ ક્ષેત્રના મનુષ્યોનો એક વાલાઝ. પૂર્વવિદેહ ક્ષેત્રના મનુષ્યના આઠ વાલાગ્ર = એક લીખ. આઠ લીખ = એક જું. આઠ જૂ = એક યવમધ્ય. આઠ થવમધ્ય = એક અંગુલ.
આ રીતે છ અંગુલ = એક પાદ. બાર અંગુલ = એક વેંત. ચોવીસ અંગુલ = એક હાથ. ૪૮ અંગુલ = એક કુક્ષિ. ૯૬ અંગુલ = એક ધનુષ, દંડ, યુગ, નાલિકા, અક્ષ અથવા મૂસલ. ૨000 ધનુષ = એક ગાઉ. ચાર ગાઉ = એક યોજન થાય છે.
આવા યોજના પરિમાણથી એક યોજન લાંબો, એક યોજન પહોળો, એક યોજન ઊંડો અને સાધિક ત્રણ ગુણી પરિધિવાળો એક પલ્ય–ખાડો હોય; તે પલ્યમાં ઉત્તરકુરુક્ષેત્રના યુગલિકના એક દિવસના ઉગેલા, બે દિવસના ઉગેલા, ત્રણ દિવસના ઉગેલા અને અધિકથી અધિક સાત દિવસના ઉગેલા કરોડો વાલાઝો ઉપર સુધી ભર્યા હોય, સંનિચિત (ભેગા) કર્યા હોય, અત્યંત ઠાંસી ઠાંસીને ભર્યા હોય કે તે વાલાગ્રોને અગ્નિ બાળી શકે નહીં, હવા તેને ઉડાડી શકે નહીં, તે વાલાગ્રો વિકૃત ન થાય પરિધ્વસ્ત–નષ્ટ