________________
**
મૂર્તિની જેટલી પૂજા કરી છે તેટલી શાસ્રની પૂજા નથી કરી. મૂર્તિને શણગારીને કરોડોના મંદિરો ઊભા કર્યા છે. તે જ રીતે શાસ્રોનો ઉદ્ઘોષ કરનારાએ જ્ઞાન મંદિરો ઊભા કર્યા હોત તો આજે જૈન સમાજ ક્રિયાકાંડ અને તપશ્ચર્યામાં જેટલો આગળ છે તેટલો જ્ઞાનમાં પછાત ન
હોત. આપણે ઇચ્છીએ કે ભગવાન મહાવીરની વાણીનો આ શાસ્ત્ર દ્વારા વિશેષ ઉદ્ઘોષ થાય તો તેમના સાચા દર્શન કરી શકાય.
આ શતકોમાં બાળમુનિ અયવંતામુનિ કુમારનું સહજ કાવ્યમય ઉદાહરણ છે. એક બાળમુનિ કેવી સહજ ચેષ્ઠા કરે છે અને નિર્દોષ ભાવોને મુનિ હોવા છતાં બાલક્રીડા કરવા લાગે છે. બાળકના આ સ્વભાવને તેના રત્નાધિકમુનિઓ પણ સમજી શક્યા નથી. તે બાલમુનિની પ્રતિકૂળ ક્રિયા સમજીને શંકા કરી બેસે છે કે શું આ દીક્ષા ઉચિત છે ? પરંતુ સહવર્તી બધાં આજ્ઞાકારી સંતો છે અને સ્વયં ભગવાન મહાવીર સ્વામી બિરાજમાન છે. એટલે સ્વયં કશો નિર્ણય ન કરતાં મનમાં ઉપજેલા દુર્ભાવોને સંચિત રાખી પ્રભુને ચરણે જાય
છે.
જુઓ, ત્રિલોકીનાથની મહાનતા અને પ્રભુની ઉચ્ચ કોટિની સમીક્ષા. પ્રભુ સ્વયં જવાબ આપે છે કે આ બાળમુનિ તો મોક્ષના મોતી છે. તમે જે કાંઇ તેમના માટે અઘટિત વિચાર કર્યા હોય, તો તેનું પ્રાયશ્ચિત કરવા જેવું છે. સંતો કશુંજ બોલે તે પહેલાં જ પ્રભુ સ્વયં તેનું સમાધાન આપે છે. ધન્ય છે પ્રભુની આ મહાન દૃષ્ટીને અને બાલસુલભ પ્રાકૃતિક ભાવોને ન્યાય આપીને કોઇપણ પ્રકારના વ્રતાત્મક દુરાગ્રહથી દૂર રહીને જે કાંઇ ન્યાય આપવામાં આવ્યો છે તે આ શતકનું એક ઝગમગતું ઝવાહર છે. એક અંધકારમાં ચમકતું રાત્રિના તારા જેવું નક્ષત્ર છે.
આ બધાં પ્રકરણો પર અનુવાદક સતિજીઓ અને વિદ્વર્ય જ્ઞાન સાધકો પૂરો પ્રકાશ નાંખવાના છે એટલે વધારે અન્ય કોઇ ઉદાહરણો ન દેતા એટલું જ કહેશું કે રાગ દ્વેષથી પર રહી સમ અવસ્થાની સાધના કરી બધાં શતકનું અધ્યયન કરવામાં આવે તો શાસ્ત્રની આ જ્ઞાનગંગા જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપક્ષમ કરી અભ્યાસીના આંતરિક ક્ષેત્રમાં સ્વયં પ્રવાહિત થશે અને ભગવતીના પ્રગટ – અપ્રગટ, ગુપ્ત અને ઉદ્ઘાટિત બધાં ભાવો દષ્ટિગત થવાથી
AB
26