________________
**
જેવું શાસ્ત્રનું મંગલમય નામ છે તેવા મંગલભાવો પ્રગટ થશે અને અભ્યાસીનું મન નંદનવનની યાત્રા કરશે.
આવા ગહન શાસ્ત્રનો અભ્યાસ કરી અમારા સાધનાશીલ સતીજીઓ આજે ભગવતીસૂત્રના આ ભાગને પ્રકાશિત કરી રહ્યાં છે. તે ફક્ત અભિનંદનને પાત્ર છે એટલું જ નહીં પરંતુ આ ધર્મ સાહિત્યની સેવા કરીને, સાહિત્યમૂર્તિનું કંડારણ કરી જે જ્ઞાનમંદિર અર્પણ કરી રહ્યા છે તે બદ્દલ કોઇપણ પ્રકારે ઉપકાર વાળી શકાય તેમ નથી. એક માત્ર ઉપકારનો રસ્તો એ જ છે કે શાસ્ત્રનું અધ્યયન કરી શબ્દે શબ્દે તેનું આલેખન કરનાર ભગવાન દેવાધિદેવને પ્રણામ કરવાની સાથે સાથે ગુજરાતી ભાષામાં આવો સુંદર અનુવાદ કરી જ્ઞાનનો ખજાનો જે સુલભ કર્યો છે તેવા તે સતીજીઓના ઉપકાર માટે નતમસ્તક બની જવાય છે. તેઓ હજી વધારે જ્ઞાન પ્રકાશ કરતાં રહે એવી પ્રાર્થના કરતાં રહેવી તે જ ઉત્તમ શ્રેયમાર્ગ છે.
આ આગમ પ્રકાશનના પ્રણેતા અને દોરવણી આપી સાચું નેતૃત્વ કરનાર પૂજ્ય લીલમબાઇ મહાસતીજી સહુના શ્રધ્ધાસ્પદ બન્યા છે અને એ જ રીતે આગમજ્ઞાતા જેઓએ શાસ્ત્રનું અમૃત ઘોળી ઘોળીને પીધું છે તેવા પૂજ્ય શ્રી ત્રિલોકમુનિજી મહારાજ, તેઓએ આ જ્ઞાનાત્મક ભાવોના સંચાલનમાં ઉચ્ચ કોટિનું માર્ગદર્શન આપ્યું છે. શાસ્ત્રનું અર્થઘટન કરવામાં તેઓના સૂક્ષ્મ ઉપયોગના દર્શન કરાવ્યા છે. આ મુનિશ્વરને હું અહીં ભાવ ભક્તિ સાથે અભિવંદના પાઠવું છું કે તેઓએ ઔતિહાસિક કાર્યમાં પોતાનું યોગદાન આપીને મહદ્ ઉપકાર કર્યો છે.
ભગવતી સૂત્રની વિશાળતાને લક્ષ્યમાં રાખીને પ્રકાશકમંડળ દ્વારા શાસ્ત્રના પાંચ ખંડ કરી, પાંચ વિભાગમાં વિસ્તાર કરી પાંચ ભાગ પ્રકાશિત કર્યા છે તેના ઉપર લક્ષ રાખી આમુખ લખવામાં આવ્યો છે. બધા આમુખમાં મુખ્ય શાસ્ત્રની મહત્તા તો પ્રદર્શિત કરી જ છે પરંતુ દરેક ખંડની અલગ અલગ વિશેષતા હોવાથી થોડા નમૂના આપ્યા છે. પરંતુ અહીં એટલું સૂચન આપતા સંકોચ થાય છે કે જો આ શાસ્ત્રના એક એક ભાવોને સારી રીતે વાગોળવામાં આવે તો તેમાં રહેલી અધૂરી કડી (૧) શાસ્ત્રની મીંમાસા. (૨) શાસ્ત્ર ઉપરનું મહાભાષ્ય, તે
AB
27