________________
વિશ્વને વાસ્તવિક માને છે. જીવ અને અજીવ એવા પદાર્થોનું શાશ્વત અસ્તિત્વ છે અને બંને તત્ત્વોનું યર્થાથ જ્ઞાન, એ જ સાચી ઉત્ક્રાંતિનું કારણ બની શકે છે. જો જીવાજીવનું જ્ઞાન ન હોય અથવા તત્ત્વોની સાચી જાણકારી ન હોય તો સાધકની સાધનામાં ખલના થાય. અર્થાત્ કેટલુંક ખોટું ક્રિયમાણ થાય છે. ઘણી વખત કશું ખોટું ન કરનાર કરતાં માઠી રીતે કરનાર વધારે અપરાધનું કારણ બને છે. કોઇને દવા ન આપવી તે એટલું અહિતકારક નથી જેટલું કાઇને ખોટી દવા આપી દેવી. આ જ રીતે સાધનાના રૂપમાં પણ સાચી રીત અપનાવવી જોઇએ તેનો આ શાસ્ત્રમાં પૂર્ણ રીતે પ્રકાશ પાથરી તેના પર ભાર મૂકવામાં આવ્યો છે. કોઇપણ વ્રતસાધના અથવા નિયમની સાધનામાં કે તેના પ્રત્યાખ્યાનની વ્યાખ્યામાં બે વિભાગ પાડ્યા છે. (૧) કુપ્રત્યાખ્યાન અને (૨) સુપ્રત્યાખ્યાન અર્થાત્ ખોટી રીતે કરેલા નિયમ અને સારી રીતે કરેલા નિયમ.
ખોટી રીતે કરેલા નિયમોમાં વિવેકનો અભાવ હોવાથી એક તરફ જીવ એક વ્રત ધારણ કરે છે પણ તેનું પાલન કરવામાં બીજા કેટલાક અનર્થ થતાં હોય, તેનું ધ્યાન હોતું નથી. અહીં આટલો ઇશારો કરીને આ શતકમાં કુપ્રત્યાખ્યાન અને સુપ્રત્યાખ્યાન એવો જ વિભાગ કરેલો છે તે ઘણો આવશ્યક છે. તે સમયની જે કાંઇ ધાર્મિક અનુષ્ઠાનોની પધ્ધતિ હતી તેમાં ઘણો અનર્થ પણ થયો હતો છતાં તેને ધાર્મિક નિયમોથી જોડી દેવાના કારણે ઉત્તમ સાધના માનવામાં આવતી હતી. આ શતકમાં આ વિવરણ પણ ધાર્મિક રીતે સાચી ઉત્ક્રાંતિનો નિર્દેષ કરે છે.
આ બધાં શતકમાં અર્થાત્ પાંચ, છે અને સાત શતકમાં ઘણા ઘણા વિષયો છે. ભગવતી શાસ્ત્રના આ બધાં પ્રકરણો વૈજ્ઞાનિક ભાવે લખાયેલા હોવાથી એક સૂક્ષ્મ વિજ્ઞાનની દ્રષ્ટિ પણ આપે છે. સૌથી મોટી વાત એ છે કે ગૌતમસ્વામી સ્વયં પ્રશ્નકર્તા છે અને ભગવાન મહાવીરે તેના જવાબ રૂપે પ્રરૂપણા કરી છે, તેનો જ્ઞાનભરેલો સાક્ષાત ઉલ્લેખ જોવા મળે છે. વાંચતા એમ લાગે છે કે પ્રભુ અત્યારે નથી પરંતુ આ શાસ્ત્રમાં સાક્ષાત ભગવાન મહાવીર બિરાજમાન હોય તેવો આભાસ થાય છે. મૂર્તિ કે ચિત્ર તે દેહનો ફોટો છે જ્યારે આ જ્ઞાનાત્મક ભાવો તે આત્માનું અત્યંતર ચિત્ર છે. દુઃખની વાત એ છે કે ધાર્મિક માણસોએ