________________
[ ૨૫૬]
શ્રી ભગવતી સૂત્ર-૨
[શતક-૬ : ઉદ્દેશક-o|
જ સંક્ષિપ્ત સાર
આ ઉદ્દેશકમાં ધાન્યની યોનિની કાલમર્યાદા, ગણનાકાલ, ઉપમાકાલ અને અંતે છ આરામાંથી પ્રથમ આરાના ભાવોનું સંક્ષિપ્ત વર્ણન છે.
* યોનિ કાલમર્યાદા:- પ્રજ્ઞાપના સૂત્રમાં સચિત્ત, અચિત્ત અને મિશ્ર ત્રણ પ્રકારની યોની કહેલ છે. અહીં માત્ર સચિત્ત યોનિનું કાલમાન બતાવ્યું છે. તેમજ ધાન્ય આદિના બીજમાં અંકુર ઉત્પાદન કરવાની શક્તિનું કથન છે.
શાલી, વ્રીહી ઘઉં, જવ, જુવાર આદિ ધાન્યનો સચિત્ત યોનિકાલ જઘન્ય અંતઃમુહૂર્ત ઉત્કૃષ્ટ ત્રણ વર્ષનો છે. ત્યાર પછી તે ધાન્ય અચિત્ત બની જાય છે. ચણા, મસૂર, તલ, મગ, અડદ, કળથી આદિ કઠોળ પાંચ વર્ષ પર્યત સચિત્ત યોનિભૂત રહે છે. અળસી, કુસુમ્ભક(લાલ રંગના ફૂલોવાળું એક ધાન્ય) કોદરા, શણ, સરસવ, જીરુ, રાઈ, મેથી આદિ બીજ સાત વર્ષ પર્યત સચિત્ત યોનિભૂત રહે છે. * કાલના ભેદ - કાલના બે ભેદ છે, ગણનાકાલ અને ઉપમાકાલ. ગણનાકાલ જે કાલની ગણના થઈ શકે તે ગણનાકાલ છે. આવલિકા, શ્વાસોચ્છવાસ, સ્તોક, લવ, મુહુર્તથી શીર્ષપ્રહેલિકા પર્યતનો કાલ ગણિતનો વિષય બની શકે છે. તે ગણનાકાલ છે. ઉપમાકાલ– પલ્યોપમ અને સાગરોપમ વગેરે ગણિતનો વિષય બની શકતા નથી. તેની કાલમર્યાદા ઉપમા દ્વારા સમજાવી છે. તે ઉપમાકાલ છે. પલ્ય-ખાડાની ઉપમાથી જે સમજાવાય તે પલ્યોપમ અને જેની કાલમર્યાદા સાગર જેવી વિશાળ છે, તે સાગરોપમ છે. * છ આરા - તેનું પરિમાણ સમજાવતા સૂત્રકારે એક યોજન ક્ષેત્રના પરિમાણને પણ સમજાવ્યું છે. ઉત્સર્પિણી અને અવસર્પિણીકાલમાં છ આરા–વિભાગ છે. તેમાં સુષમ-સુષમા આરાના ભાવોનું સંક્ષિપ્ત વર્ણન અહીં કર્યું છે. તે આરામાં દેવકુરુ, ઉત્તરકુરુક્ષેત્રના ભાવો જેવા ભાવો હોય છે.
આ રીતે આ ઉદ્દેશકમાં કાલ સંબંધી વિષયનું વર્ણન છે.