________________
શતક-૬ઃ ઉદ્દેશક
[ ર૫૫]
મારણાંતિક સમુઠ્ઠાતનું ક્ષેત્ર પ્રમાણ – જીવ જ્યારે મારણાંતિક સમુદ્યાત દ્વારા ઉત્પત્તિસ્થાન સુધી જાય ત્યારે જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ છે એ દિશામાં પાંચ સ્થાવરજીવોની અપેક્ષાએ લોકાન્ત સુધી જાય છે કારણ કે પાંચે સ્થાવરના ઉત્પત્તિસ્થાન લોકતથી લોકાંત સુધી છે. એકેજિયના ૩૦ સૂત્રો જીવ મેરુપર્વતથી પૂર્વ દિશામાં પૃથ્વીકાયરૂપે લોકાંત સુધી ઉત્પન્ન થાય છે; સૂત્રોમાં આ વર્ણન સ્પષ્ટ કર્યું છે. ત્યાર પછી અન્ય દિશાઓનું અને પાંચે ય સ્થાવરનું સંક્ષિપ્ત કથન કર્યું છે. તેથી ૬ દિશા x ૫ સ્થાવર = ૩૦ સૂત્રો થાય છે. અન્ય ત્રસ જીવો ત્રસનાલમાં જ જન્મે છે માટે સર્વ દિશાઓમાં લોકાંત સુધી જન્મ ધારણ કરતા નથી, તેથી ૬ દિશાની અપેક્ષાએ તેઓના જુદા પ્રશ્નો નથી; માત્ર પાંચ સ્થાવરકાય માટે જ પ્રશ્નો છે.
છે શતક ૬/૬ સપૂર્ણ છે.