________________
[ ૨૫૪]
શ્રી ભગવતી સૂત્ર-૨
अणुत्तरेसु महइमहालएसु महाविमाणेसु अण्णयरंसि अणुत्तरविमाणसि अणुत्तरोववाइयदेवत्ताए उववज्जित्तए, से णं भंते ! तत्थगए चेव आहारेज्ज वा परिणामेज्ज वा सरीरं वा बंधेज्जा?
गोयमा ! तं चेव जाव आहारेज्ज वा परिणामेज्ज वा सरीरं वा
ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! જે જીવ મારણાન્તિક સમુદ્દઘાત કરે છે સમુદ્યાત કરીને ત્યારપછી જો તે જીવ મહત્તમ મહાવિમાનરૂપ પાંચ અનુત્તર વિમાનમાંથી કોઈ એક અનુત્તર વિમાનમાં અનુત્તરોપપાતિક દેવરૂપે ઉત્પન્ન થાય તો શું તે જીવ ત્યાં જઈને આહાર કરે, આહારને પરિણમાવે અને શરીરને બાંધે છે?
– હે ગૌતમ! તે જ પ્રમાણે કહેવું જોઈએ યાવત ત્યાં જઈને જ આહાર કરે, તેને પરિણાવે અને શરીર બાંધે છે. આ હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે .
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ૨૪ દંડકના જીવ જ્યારે એક પૂલ શરીરને છોડીને અન્ય સ્થૂલ શરીરને પ્રાપ્ત કરે છે અર્થાતુ નવો જન્મ ધારણ કરે છે ત્યારે સહુ પ્રથમ ક્યારે આહાર કરે અને તેનું પરિણમન કરીને ક્યારે શરીર બાંધે છે? તે વિષયને સ્પષ્ટ કર્યો છે.
જીવ પોતાના ઉત્પત્તિ સ્થાન સુધી બે રીતે જાય છે. (૧) સમુદ્રઘાત રહિત- વર્તમાન ભવનું આયુષ્ય પૂર્ણ કરી, મારણાંતિક સમુઘાત કર્યા વિના આગામી ભવના ઉત્પત્તિ સ્થાનમાં પહોંચી પ્રથમ સમયે આહાર ગ્રહણ કરે છે. (૨) સમુદ્રઘાત સહિત- મારણાંતિક સમુઘાત કરી ઉત્પત્તિ સ્થાને પહોંચી પાછા શરીરસ્થ થઈ પુનઃ બીજીવાર મારણાંતિક સમુઘાત કરી એટલે મરણ પામી ઉત્પત્તિસ્થાને પહોંચી, પ્રથમ સમયે આહાર ગ્રહણ કરે છે. પપલિયં રેન્દ્ર મોજૂખ – પાંચમા ઉદ્દેશકની પલિયા સેઢી ની વ્યાખ્યા અનુસાર અહીં છઠ્ઠા ઉદ્દેશકમાં પણ જીવનો ગમનાગમનનો પ્રસંગ હોવાથી સમભિત્તિ અર્થ કર્યો છે.
જીવનો ધનાકાર એવા અસંખ્યાત આકાશપ્રદેશને અવગાહવાનો સ્વભાવ હોવાથી એક પ્રદેશી શ્રેણીને જીવ અવગાહી શકતો નથી.
તાત્પર્ય એ છે કે મરણ પામી જન્મ સ્થાનમાં જતા જીવના આત્મપ્રદેશો શરીરમાંથી બહાર નીકળીને સમ પહોળાઈથી લોકાંત પર્યત ફેલાય છે.
ખરેખર તો તે વા, પતિયં સેન્દ્ર મોજૂળ આ મૂલપાઠના તાત્પર્યાર્થિની પરંપરા ઉપલબ્ધ નથી. તેથી અન્ય પણ જે અર્થ સંગત થાય તે કરી શકાય છે.