________________
શતક-: ઉદ્દેશક-૬
૨૫૩ |
जहा पुढविकाइया तहा एगिदियाणं सव्वेसिं एक्केक्कस्स छ आलावगा માયબા | ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ઉપર્યુક્ત પૃથ્વીકાયિક જીવ શું ત્યાં જઈને આહાર કરે છે, આહારને પરિણાવે છે અને શરીર બાંધે છે?
ઉત્તર- હે ગૌતમ! કોઈક જીવ ત્યાં જઈને આહાર કરે, આહારને પરિણમાવે, શરીરને બાંધે છે અને કોઈ જીવ ત્યાં જઈને પાછો ફરે છે, પાછો ફરીને અહીં આવે છે; અહીં આવીને બીજીવાર મારણાન્તિક સમુદ્યાત કરે; સમુઠ્ઠાત કરીને મેરુ પર્વતથી પૂર્વમાં અંગુલના અસંખ્યયભાગમાત્ર, સંખ્યાતભાગ માત્ર, વાલાઝ, અનેક વાલાઝ(બે થી નવ વાલાઝ) આ રીતે લીખ, જૂ, યવ, અંગુલ યાવત કરોડ યોજન, કોટાકોટિ યોજન, સંખ્યાત હજાર યોજન અને અસંખ્યાત હજાર યોજનમાં અથવા લોકાંતમાં ઉત્પન્ન થતાં આત્મપ્રદેશોને એક સમાન શ્રેણી એટલે ભિત્તિરૂપે પ્રસારિત કરતાં (ફેલાવતાં) પૃથ્વીકાયના અસંખ્યાત લાખ આવાસોમાંથી કોઈ એક આવાસમાં પૃથ્વીકાયિકરૂપે ઉત્પન્ન થાય છે અને પછી આહાર કરે, આહારને પરિણમાવે અને શરીર સંરચના કરે છે.
જે રીતે મેરુપર્વતની પૂર્વદિશાના વિષયમાં કથન કર્યું છે તે જ રીતે દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર, ઊર્ધ્વ અને અધોદિશાના સંબંધમાં કહેવું જોઈએ.
જે રીતે પૃથ્વીકાયિક જીવોના વિષયમાં કહ્યું છે, તે જ રીતે સર્વ એકેન્દ્રિય જીવોના વિષયમાં એકએકના છ-છ આલાપક કહેવા જોઈએ. |६ जीवे णं भंते ! मारणंतियसमुग्घाएणं समोहणइ, समोहणित्ता जे भविए असंखेज्जेसु बेइंदियावाससयसहस्सेसु अण्णयरंसि बेइंदियावासंसि बेइदियत्ताए उववज्जित्तए, से णं भते ! तत्थगए चेव आहारेज्ज वा परिणामेज्ज वा सरीरं वा बंधेज्जा?
गोयमा ! जहा णेरइया तहा जाव गेवेज्जगा ।
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જે જીવ મારણાત્તિક સમુઘાત કરે છે, સમુદ્યાત કરીને, ત્યાર પછી જો તે જીવ બેઈન્દ્રિય જીવોના અસંખ્યાત લાખ આવાસોમાંથી કોઈ એક આવાસમાં બેઈન્દ્રિયરૂપે ઉત્પન્ન થાય તો, હે ભગવનું ! શું તે જીવ ત્યાં જઈને આહાર કરે, આહારને પરિણમાવે અને શરીરને બાંધે ?
ઉત્તર- હે ગૌતમ! જે રીતે નૈરયિકોને માટે કહ્યું છે, તે જ રીતે બેઈન્દ્રિય જીવોથી નવ રૈવેયક દેવો સુધીના સર્વ જીવોને માટે કથન કરવું જોઈએ. | ७ जीवे णं भंते ! मारणंतियसमुग्घाएणं समोहए, समोहणित्ता जे भविए पंचसु