________________
શતક-દઃ ઉદ્દેશક-૭
૨૫૭
'શતક-૬ : ઉદ્દેશક-૭ |
શાલી
30
ધાન્ય આદિનો યોનિકાલ :| १ अह भंते ! सालीणं वीहीणं गोधूमाणं जवाणं जवजवाणं; एएसि णं धण्णाणं कोट्ठाउत्ताणं पल्लाउत्ताणं मंचाउत्ताणं मालाउत्ताणं उल्लित्ताणं लित्ताणं पिहियाणं मुद्दियाणं लंछियाणं केवइयं कालं जोणी संचिट्ठइ ? ___गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं तिण्णि संवच्छराई, तेण परं जोणी पमिलायइ, तेण परं जोणी पविद्धंसइ, तेण परं बीए अबीए भवइ, तेण परं जोणीवोच्छेए पण्णत्ते समणाउसो ! । શબ્દાર્થ - પત્ની સત્તા = પલ્ય અર્થાત્ વાસના ટોપલા આદિમાં રાખ્યું હોય સંવાડા = મંચ પર રાખેલા નાના ૩ત્તા = માળા-માળિયા પર રાખેલા મુદ્દા = મુદ્રિત–છાંદીને બંધ કર્યું હોય સંછિયા = લાંછિત, ચિન્હિત પબિતાવે = પ્લાન થઈ જાય છે ગોળીવો છે = યોનિ વિચ્છેદ થઈ જાય છે નનનન = જુવાર સાds = કલમી, બાસમતી આદિ ચોખા વીહીન = સામાન્ય ચોખા.
ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! શાલી વ્રીહિ, ઘઉં, જવ, તથા જુવાર વગેરે ધાન્યને કોઠારમાં સુરક્ષિત રાખ્યા હોય, વાંસના પાલા(ટોપલા)માં રાખ્યા હોય, મંચ પર રાખ્યા હોય, માળિયામાં રાખ્યા હોય, (વાસણમાં ભરીને રાખ્યા હોય) ગોબર–છાણથી તેનું મુખ વિશેષ પ્રકારે લીપ્યું હોય, ચારે તરફથી લીપ્યું હોય, ઢાંકેલું હોય, માટી આદિથી તે વાસણનું મુખ મુદ્રિત–છાંદેલું હોય, (તેના મુખને બંધ કરીને) લાંછિત–સીલ લગાડીને ચિહ્નિત કરેલું હોય, આ રીતે સુરક્ષિત રાખ્યા હોય તો તે ધાન્ય કેટલા કાલ સુધી યોનિભૂત (સચિત્ત) રહે છે?
ઉત્તર- હે ગૌતમ! તે જઘન્ય અંતઃમુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ વર્ષ સુધી યોનિ(સચિત્તયોનિ)ભૂત રહે છે, તત્પશ્ચાત્ તે ધાન્યોની યોનિ પ્લાન થઈ જાય છે, તત્પશ્ચાતુ તે યોનિ પ્રવિધ્વંસને પ્રાપ્ત થાય છે, પછી તે બીજ અબીજ થઈ જાય છે. હે શ્રમણાયુષ્માનું! તત્પશ્ચાતુ તેની યોનિનો વિચ્છેદ થયો તેમ કહેવાય છે (તે ધાન્ય પૂર્ણ અચિત્ત થઈ જાય છે.)
२ अह भंते !कलाय-मसूर-तिल-मुग्ग-मास-णिप्फाव-कुलत्थ-आलिसंदग