________________
૨૪૬ |
શ્રી ભગવતી સૂત્ર-૨
पण्णत्तो । अवसेसाणं णव देवा, णव देवसया परिवारो पण्णत्तो ।
पढम जुगलम्मि सत्तओ सयाणि, बीयम्मि चउद्दस सहस्सा ।
तइए सत्त सहस्सा, णव चेव सयाणि सेसेसु ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સારસ્વત અને આદિત્ય, આ બે દેવોના મુખ્ય દેવ કેટલા છે અને તેઓનો કેટલા સો દેવનો પરિવાર છે?
ઉત્તર- હે ગૌતમ! સારસ્વત અને આદિત્ય, આ બે દેવોના સાત સ્વામી (અધિપતિ) દેવ છે અને તેઓનો ૭00 દેવોનો પરિવાર છે. વહ્નિ અને વરુણ, આ બે દેવોના ૧૪ સ્વામી દેવ છે અને ૧૪,000 દેવોનો પરિવાર છે. ગર્દતોય અને તુષિત, આ બે દેવોના સાત સ્વામી દેવ છે અને ૭000 દેવોનો પરિવાર
શેષ અવ્યાબાધ. આગ્નેય અને રિષ્ટ, આ ત્રણે ય દેવોના નવ સ્વામી દેવ અને ૯૦૦ દેવોનો તેનો પરિવાર છે.
ગાથાર્થ– પ્રથમ યુગલમાં ૭00 દેવોનો પરિવાર, બીજા યુગલમાં ૧૪000 દેવોનો પરિવાર, ત્રીજા યુગલમાં ૭000 દેવોનો પરિવાર અને શેષ ત્રણનો ૯૦૦ દેવોનો પરિવાર છે.
વિવેચન :
સ્વામી દેવ - પ્રસ્તુત સૂત્રમાં બે–બેના યુગલથી લોકાંતિક દેવોના સ્વામી દેવ અને તેની પરિષદના દેવોની સંખ્યાનો નિર્દેશ છે. આ મુખ્ય દેવો અને પરિષદના દેવો એક ભવ કરી મોક્ષ જનારા હોય છે, તેમ વ્યાખ્યાકારોનું કથન છે.
લોકાંતિક વિમાનોનો આધાર આદિ :
३५ लोगंतियविमाणा णं भंते ! किं पइट्ठिया पण्णत्ता? गोयमा ! वाउपइट्ठिया પત્તા
एवंणेयव्वं विमाणाणं पइट्ठाणं, बाहुल्लुच्चत्तमेव संठाणं; बंभलोयवत्तव्वया णेयव्वा, जहा जीवाभिगमे देवुद्देसए जाव हंता गोयमा ! असई अदुवा अणंतक्खुत्तो। णो चेव णं देवित्ताए लोगंतियविमाणेसु । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! લોકત્તિક વિમાન કોના આધારે સ્થિત છે?