________________
શતક-૬ઃ ઉદ્દેશક-૫
[ ૨૪૭]
ઉત્તર- હે ગૌતમ! લોકાન્તિક વિમાન વાયુના આધારે સ્થિત છે.
આ રીતે વિમાનોનો આધાર, પહોળાઈ, ઊંચાઈ અને સંસ્થાન આદિનું વર્ણન જીવાભિગમ સૂત્રના દેવ—ઉદ્દેશકમાં બ્રહ્મલોકની વક્તવ્યતામાં કહ્યું છે, તદનુસાર અહીં પણ કહેવું જોઈએ યાવતુ હે ગૌતમ! સર્વ, પ્રાણ, ભૂત, જીવ અને સત્વ અહીં અનેકવાર અથવા અનંતવાર ઉત્પન્ન થઈ ગયા છે પરંતુ લોકાન્તિક વિમાનમાં દેવીરૂપે ઉત્પન્ન થયા નથી. કારણ કે ત્યાં દેવીઓ હોતી નથી.
વિવેચન :
લોકાંતિક દેવોના વિમાન વાયુ આધારે સ્થિત છે, તે વિમાનો ભિન્ન ભિન્ન આકારના, લાલ, પીળા અને શ્વેત વર્ણના, રત્નમય દેદીપ્યમાન છે. આ વિષયોનું વિસ્તૃત વિવેચન જીવાભિગમ સુત્રની ત્રીજી પ્રતિપત્તિના દેવદેશકમાં છે.
લોકાન્તિક દેવોની સ્થિતિ :३६ लोगंतिय देवा णं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता ?
गोयमा ! अट्ठ सागरोवमाई ठिई पण्णत्ता । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! લોકાન્તિક દેવોની સ્થિતિ કેટલા કાલની છે?
ઉત્તર– હે ગૌતમ! લોકાન્તિક દેવોની સ્થિતિ આઠ સાગરોપમની છે. |३७ लोगंतियविमाणेहिंतो णं भंते ! केवइयं अबाहाए लोगंते पण्णत्ते ?
गोयमा ! असंखेज्जाइं जोयणसहस्साई अबाहाए लोगंते पण्णत्ते । ॥ તેવું મંતે ! તેવું મંતે !
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! લોકાન્તિક વિમાનોથી લોકાન્ત કેટલો દૂર છે?
ઉત્તર- હે ગૌતમ! લોકાન્તિક વિમાનોથી અસંખ્યાત હજાર યોજન દૂર લોકાત્ત કહ્યો છે. તે હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. .
વિવેચન :
પ્રસ્તુત સુત્રમાં સમસ્ત લોકાત્તિક દેવોની ઉંમર આઠ સાગરોપમની દર્શાવી છે અને લોકાંતિક દેવના વિમાનથી લોકનો કિનારો અસંખ્ય યોજન દૂર છે તેમ દર્શાવ્યું છે. આ ઉદ્દેશકમાં વર્ણિત લોકાંતિક