________________
શત-દઃ ઉદ્દેશક ૫
આઠ કૃષ્ણરાજિઓ ચાર દિશાઓમાં સ્થિત છે. તે કાળાવર્ણની અને નક્કર પૃથ્વીકાયમય છે. તે ત્રણ આકારવાળી છે. તેમાં ષટ્કોણ–ર, ત્રિકોણ–૨ અને સમચોરસ–૪ છે. દિશા વિદિશાની અપેક્ષાએ તે કૃષ્ણરાજિઓની સંસ્થિતિ સૂત્રપાઠથી અને આકૃતિથી સ્પષ્ટ છે.
-
કૃષ્ણરાજિનો વિસ્તાર :– કૃષ્ણરાજિ ત્રિકોણ, ચતુષ્કોણ, ષટ્કોણ તેમ ભિન્ન ભિન્ન આકારની છે. તે ક્યાંક સંખ્યાત યોજન વિસ્તૃત અને ક્યાંક અસંખ્યાત યોજન વિસ્તૃત છે. દેવોની ગતિની જે કલ્પના કરવામાં આવે તે સંખ્યાત યોજન પ્રમાણ જ છે. સંખ્યાત યોજનની ગતિથી અસંખ્યાત યોજનનું ક્ષેત્ર પાર થઈ શકતું નથી. તેથી દેવો પોતાની દિવ્ય ગતિથી પંદર દિવસ પર્યંત સતત ગમન કરે તો જ્યાં સંખ્યાત યોજનની વિસ્તાર– વાળી કૃષ્ણરાજિ છે ત્યાં ક્ષેત્ર પાર પામી શકે છે અને જ્યાં અસંખ્યાત યોજનની વિસ્તારવાળી કૃષ્ણરાજિ છે ત્યાં પાર કરી શકાય નહીં.
કૃષ્ણરાજિની અંતર્ગત અન્ય દ્રવ્ય – - કૃષ્ણરાજિઓ પાંચમા દેવલોકમાં છે માટે ત્યાં ઘર, દુકાન, ગ્રામ આદિની શક્યતા નથી. તેમજ ત્યાં અસુરકુમાર, નાગકુમાર આદિનું આવાગમન પણ નથી તેથી ત્યાં વાદળા, વરસાદ વગેરે વૈમાનિક દેવો જ કરી શકે. સૂર્ય, ચંદ્રના વિમાનો તિરછાલોકમાં જ છે માટે તે પણ ત્યાં શક્ય નથી. કૃષ્ણરાજિ પૃથ્વીમય હોવાથી ત્યાં બાદર અપકાય, અગ્નિકાય કે વનસ્પતિકાયના જીવો હોતા નથી. વિગ્રહગતિ સમાપન્નક સર્વ જીવો સર્વત્ર હોય શકે છે.
કૃષ્ણરાજિના પર્યાયવાચી નામ ઃ– તેના સાર્થક આઠ નામ છે– (૧) કાળા વર્ણની પૃથ્વી અને પુદ્ગલનું • પરિણામ હોવાથી અથવા કાળા પુદ્ગલોની રાજિ−રેખારૂપ (લંબાઈ વધુ પહોળાઈ ઓછી હોવાથી) તેનું નામ કૃષ્ણરાજિ છે (૨) કાળા મેઘની રેખા સમાન હોવાથી તેનું નામ મેઘરાજિ છે (૩) છઠ્ઠી નરકનું નામ મઘા છે, તેની સમાન અંધકારવાળી હોવાથી તેનું નામ મળ્યા છે (૪) સાતમી નરકની સમાન ગાઢાંધકાર– વાળી હોવાથી તેનું નામ માથવતી છે (૫) આંધી સમાન સઘન અંધકારવાળી અને કુલધ્ય હોવાથી તેનું નામ વાતપરિયા છે (૬) આંધી સમાન અંધકારવાળી અને ક્ષોભનું કારણ હોવાથી તેનું નામ વાત પરિશોભા છે (૭) દેવોને માટે પરિઘ એટલે મોગલ(આગળીયા) સમાન હોવાથી તેનું નામ દેવપરિઘા છે (૮) દેવોને માટે પણ શોભનું કારણ હોવાથી તેનું નામ દેવ પરિક્ષોભા છે
અન્ય જીવોની તે રૂપે ઉત્પતિ :- કૃષ્ણરાજિઓ નક્કર પૃથ્વીમય છે માટે ત્યાં પાણી, અગ્નિ અને વનસ્પતિ રૂપે જીવોત્પત્તિ થતી નથી. વાટે વહેતા પૃથ્વીકાયાદિના જીવ તે સ્થાને હોય શકે છે. તેમજ સૂક્ષ્મ પાંચ સ્થાવર પણ સર્વત્ર હોય છે તેનો નિષેધ નહીં સમજવો.
કૃષ્ણરાજિ ઃ
ક્રમ
૧
૨
૩
૨૪૨
દિશા
પૂર્વ
પૂર્વ
દક્ષિણ
સ્થાન
બાહ્ય
આત્યંતર
બાહ્ય
આકાર
પોણ
ચોરસ
ત્રિકોણ }
સ્પર્શ
૮/૧
૨૩