________________
શતક-દઃ ઉદ્દેશક-૫
૨૪૧ ]
દેવ શીઘ્રગતિથી જલદી તેને પાર કરી જાય છે. २८ कण्हराईओ णं भंते ! कइ णामधेज्जा पण्णता?
गोयमा ! अट्ठ णामधेज्जा पण्णत्ता, तं जहा- कण्हराई वा, मेहराई वा, मघा इवा, माघवई इवा, वायफलिहा इवा, वायपलिक्खोभा इवा, देवफलिहा રુવા, તેવપતિ+9ોમા ફુવા | ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કૃષ્ણરાજિઓના કેટલા નામ છે?
ઉત્તર- હે ગૌતમ! કૃષ્ણરાજિઓના આઠ નામ છે. (૧) કૃષ્ણરાજિ (૨) મેઘરાજ (૩) મઘા (૪) માઘવતી (૫) વાત પરિઘા (૬) વાત પરિક્ષોભા (૭) દેવ પરિઘા (૮) દેવ પરિક્ષોભા. | २९ कण्हराईओणं भंते ! किं पुढवीपरिणामाओ, आउपरिणामाओ, जीवपरिणामाओ, पोग्गलपरिणामाओ?
___ गोयमा ! पुढवीपरिणामाओ, णो आउपरिणामाओ, जीवपरिणामाओ वि, पुग्गल- परिणामाओ वि । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું કૃષ્ણરાજિઓ પૃથ્વીના પરિણામરૂપ છે, જલના પરિણામરૂપ છે કે જીવના પરિણામરૂપ છે કે પુગલના પરિણામરૂપ છે?
ઉત્તર– હે ગૌતમ! કૃષ્ણરાજિઓ પૃથ્વીના પરિણામરૂપ છે, જલના પરિણામરૂપ નથી, જીવના પરિણામરૂપ છે અને પુદ્ગલના પરિણામરૂપ પણ છે. ३० कण्हराईसु णं भंते ! सव्वे पाणा भूया जीवा सत्ता उववण्णपुव्वा ?
हंता गोयमा ! असई अदुवा अणंतक्खुत्तो; णो चेव णं बायरआउकाइयत्ताए, बायरअगणिकाइयत्ताए बायर वणस्सइकाइयत्ताए वा । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! કૃષ્ણરાજિઓમાં સર્વ પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વ પહેલાં ઉત્પન્ન થઈ ગયા છે?
ઉત્તર-હા, ગૌતમ! સર્વ પ્રાણ, ભૂત, જીવ અને સર્વ કૃષ્ણરાજિઓમાં અનેક વાર અથવા અનંતવાર ઉત્પન્ન થઈ ગયા છે પરંતુ બાદર અપકાયરૂપે, બાદર અગ્નિકાયરૂપે અને બાદર વનસ્પતિકાયરૂપે ઉત્પન્ન થયા નથી.