________________
શ્રી ભગવતી સૂત્ર–૨
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શું કૃષ્ણરાજિઓમાં બાદર સ્તનિત શબ્દ(વાદળોની ગર્જના) છે ?
ઉત્તર– હે ગૌતમ ! જે રીતે વાદળાઓના વિષયમાં કહ્યું છે, તે જ રીતે બાદર સ્તનિત શબ્દનું પણ કથન કરવું જોઈએ. કૃષ્ણરાજિઓમાં બાદર સ્તનિત શબ્દ છે અને તે દેવ કરે છે પરંતુ અસુરકુમાર કે નાગ– કુમાર કરતા નથી.
૨૪૦
२४ अत्थि णं भंते ! कण्हराईसु बायरे आउकाए, बायरे अगणिकाए, बायरे वणस्सइकाए ? गोयमा ! णो इणट्ठे समट्ठे, णण्णत्थ विग्गहगइसमावण्णएणं ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! શું કૃષ્ણરાજિઓમાં બાદર અપકાય, બાદર અગ્નિકાય અને બાદર વનસ્પતિકાય છે ?
ઉત્તર– હે ગૌતમ ! તે ત્યાં બાદર પાણી, અગ્નિ અને વનસ્પતિ નથી પરંતુ વિગ્રહગતિ સમાપન્ન જીવો ત્યાં હોય છે.
૨૫ અસ્થિ નં ભંતે ! વ્હાતુ વિમ-સૂરિય-ગાળ-ળવાત્તતારવા ? નોયમા! નો ફળકે સમદે ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શું કૃષ્ણરાજિઓમાં ચંદ્ર, સૂર્ય, ગ્રહગણ, નક્ષત્ર અને તારાઓ છે ? ઉત્તર– હે ગૌતમ ! ત્યાં ચંદ્રાદિ નથી.
२६ अत्थि णं भंते ! कण्हराईणं चंदाभा इ वा, सूराभा इ वा ? गोयमा ! णो इणट्ठे समट्ठे ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શું કૃષ્ણરાજિઓમાં ચંદ્ર, સૂર્યની પ્રભા છે ?
ઉત્તર– હે ગૌતમ ! ત્યાં તે કંઈ નથી.
२७ कण्हराईओ णं भंते ! केरिसियाओ वण्णेणं पण्णत्ताओ ? गोयमा ! कालाओ जाव खिप्पामेव वीईवएज्जा ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! કૃષ્ણરાજિઓનો વર્ણ કેવો છે ?
ઉત્તર– હે ગૌતમ ! કૃષ્ણરાજિઓનો વર્ણ કાળો છે વગેરે વર્ણન તમસ્કાયની જેમ જાણવું યાવત્