________________
શતક–૬ : ઉદ્દેશક-૫
૨૩૯
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! કૃષ્ણરાજિઓ કેવડી મોટી છે ?
ઉત્તર– હે ગૌતમ ! ત્રણ ચપટી વગાડે, એટલા સમયમાં કોઈ દેવ આ સંપૂર્ણ જંબુદ્રીપને એકવીસ વાર પરિકમ્મા કરીને આવે, તેવી શીઘ્ર દિવ્યગતિથી દેવ લગાતાર એક દિવસ, બે દિવસ યાવત્ અર્ધમાસ સુધી ચાલે, ત્યારે તે કોઈ સ્થળે કૃષ્ણરાજિને પાર કરી શકે છે અને કોઈ સ્થળે કૃષ્ણરાજિને પાર કરી શકતા નથી. હે ગૌતમ ! કૃષ્ણરાજિઓ આટલી મોટી છે.
१९ अत्थि णं भंते ! कण्हराईसु गेहा इ वा, गेहावणा इ वा ? णो इणट्ठे समट्ठे ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! શું કૃષ્ણરાજિઓમાં ઘર, દુકાન વગેરે છે ?
ઉત્તર– હે ગૌતમ ! ત્યાં ઘર આદિ નથી.
२० अथणं भंते! कण्हराईसु गामा इ वा जाव सण्णिवेसाइ वा ? णो इणट्ठे સમદે ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શું કૃષ્ણરાજિઓમાં ગ્રામથી સન્નિવેશ પર્યંતના સ્થાનો છે ?
ઉત્તર– હે ગૌતમ ! ત્યાં ગ્રામાદિ નથી.
२१ अत्थि णं भंते ! कण्हराईणं उराला बलाहया संसेयंति, सम्मुच्छंति, વાસં વાસતિ ? હતા, અસ્થિ ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શું કૃષ્ણરાજિઓમાં વિશાળ વાદળાઓ ઉત્પન્ન થાય, ફેલાય અને વર્ષા વરસાવે છે ?
ઉત્તર– હા, ગૌતમ ! કૃષ્ણરાજિઓમાં આ પ્રમાણે થાય છે.
૨૨ ત ભંતે ! જિ લેવો પવરેફ, અસુરો પવરેફ, ખાળો પરેફ ? ગોયમા ! દેવો પવરેફ, નો અસુરો, નો નાનો રેફ્ ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શું આ સર્વ કાર્ય દેવ કરે છે, અસુરકુમાર કરે છે અથવા નાગકુમાર કરે
છે?
ઉત્તર– હે ગૌતમ ! આ સર્વ કાર્ય વૈમાનિક દેવ જ કરે છે પરંતુ અસુરકુમાર કરતા નથી, નાગકુમાર કરતા નથી.
૨૨ અસ્થિ ળ તે ! વ્હરાતુ વાયરે થળિયસદ્દે ? ગોયમા ! નહીં કરાતા તા