________________
૨૩૮ ]
શ્રી ભગવતી સૂત્ર-ર |
कण्हराईओ चउरंसाओ, दो उत्तर-दाहिणाओ अभिंतराओ कण्हराईओ चउरंसाओ।
पुव्वावरा छलसा, तंसा पुण दाहिणुत्तरा बज्झा ।
अभिंतर चउरंसा, सव्वा वि य कण्हराईओ ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આ આઠ કૃષ્ણરાજિઓ ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ! ત્રીજા ચોથા દેવલોકથી ઉપર અને પાંચમાં દેવલોકના અરિષ્ટ નામના ત્રીજા વિમાન પ્રસ્તટમાં સમચોરસ સંસ્થાનવાળી અખાડાના આકારની આઠ કૃષ્ણરાજિઓ છે, યથા- પૂર્વમાં બે, પશ્ચિમમાં બે, દક્ષિણમાં બે અને ઉત્તરમાં બે. (૧) પૂર્વદિશાની આત્યંતર કૃષ્ણરાજિ દક્ષિણદિશાની બાહ્ય કૃષ્ણરાજિને સ્પર્શીને રહેલી છે. (૨) દક્ષિણ દિશાની આત્યંતર કૃષ્ણરાજિ પશ્ચિમ દિશાની બાહ્ય કષ્ણરાજિને સ્પર્શીને રહેલી છે. (૩) પશ્ચિમ દિશાની આત્યંતર કષ્ણરાજિ ઉત્તર દિશાની બાહ્ય કષ્ણરાજિને સ્પર્શીને રહેલી છે. (૪) ઉત્તર દિશાની આત્યંતર કૃષ્ણરાજિ, પૂર્વ દિશાની બાહ્ય કૃષ્ણરાજિને સ્પર્શેલી છે.
(૧) પૂર્વ અને પશ્ચિમ દિશાની બે બાહ્ય કૃષ્ણરાજિઓ ષટ્કોણ છે. (૨) ઉત્તર અને દક્ષિણ દિશાની બે બાહ્ય કૃષ્ણરાજિઓ ત્રિકોણ છે. (૩) પૂર્વ અને પશ્ચિમ દિશાની બે આત્યંતર કૃષ્ણરાજિઓ ચતુષ્કોણ. (૪) ઉત્તર અને દક્ષિણ દિશાની બે આત્યંતર કૃષ્ણરાજિઓ પણ ચતુષ્કોણ છે.
ગાથાર્થ– પૂર્વ અને પશ્ચિમની બાહ્ય કૃષ્ણરાજિઓ ષટ્કોણ છે તથા દક્ષિણ અને ઉત્તરની બાહ્ય કૃષ્ણરાજિઓ ત્રિકોણ છે અને આત્યંતર સર્વ કૃષ્ણરાજિઓ ચતુષ્કોણ છે. |१७ कण्हराईओ णं भंते ! केवइयं आयामेणं, केवइयं विक्खंभेणं, केवइयं परिक्खेवेणं पण्णत्ताओ?
___ गोयमा ! असंखेज्जाइंजोयणसहस्साई आयामेणं, संखेज्जाइंजोयणसहस्साई विक्खंभेणं, असंखेज्जाइं जोयणसहस्साई परिक्खेवेणं पण्णत्ताओ। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કૃષ્ણરાજિઓની લંબાઈ, પહોળાઈ અને ઘેરાવો કેટલો છે?
ઉત્તર- હે ગૌતમ! કૃષ્ણરાજિઓની લંબાઈ અસંખ્યાત હજાર યોજન, પહોળાઈ સંખ્યાત હજાર યોજન અને તેનો ઘેરાવો અસંખ્યાત હજાર યોજન છે. १८ कण्हराईओ णं भंते ! के महालियाओ पण्णत्ताओ?
गोयमा ! अयं णं जंबुद्दीवे दीवे जाव अद्धमासं वीईवएज्जा, अत्थेगइयं कण्हराई वीईवएज्जा, अत्थेगइयं कण्हराई णो वीईवएज्जा, एमहालियाओ णं गोयमा ! कण्हराईओ पण्णत्ताओ ।