________________
શતક-૬ઃ ઉદ્દેશક-૫
| ૨૩૧ |
ઉત્તર– હે ગૌતમ! તમસ્કાયના વિસ્તાર(વિખંભ) બે પ્રકારના છે યથા- (૧) સંખેય વિસ્તૃત (૨) અસંખ્યય વિસ્તૃત. તેમાંથી જે (૧) સંખેય વિસ્તૃત છે, તેનો વિખંભ(વિસ્તાર)સંખ્યાત હજાર યોજન છે અને તેનો પરિક્ષેપ(ઘેરાવો) અસંખ્યાત હજાર યોજન છે. તેમાંથી જે (૨) અસંખ્યય વિસ્તૃત છે, તેનો વિસ્તાર અસંખ્યાત હજાર યોજન છે અને તેનો ઘેરાવો પણ અસંખ્યાત હજાર યોજન છે. ५ तमुक्काए णं भंते ! के महालए पण्णत्ते ?
गोयमा ! अयं णं जंबुद्दीवे दीवे सव्वदीव-समुदाणं सव्वब्भंतराए जाव परिक्खेवेणं पण्णत्ते । देवे णं महिड्डीए जाव महाणुभावे इणामेव-इणामेव त्ति कटु केवलकप्पंजंबुदीवंदीवं तिहिं अच्छराणिवाएहिं तिसत्तक्खुत्तो अणुपरियट्टिता णं हव्वमागच्छिज्जा, सेणं देवे ताए उक्किट्ठाए, तुरियाए जावदेवगईए वीईवयमाणे वीईवयमाणे जाव एगाहं वा, दुयाहं वा, तियाहं वा; उक्कोसेणं छम्मासे वीईवएज्जा, अत्थेगइयं तमुकायं वीईवएज्जा, अत्थेगइयं तमुक्कायं णो वीईवएज्जा, एमहालए णं गोयमा! तमुक्काए पण्णत्ते । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! તમસ્કાય કેવડી મોટી છે?
ઉત્તર- હે ગૌતમ! સમસ્ત દીપ–સમુદ્રોની સર્વાત્યંતર અર્થાત્ મધ્યમાં આ જંબૂદ્વીપ છે, તે એક લાખ યોજનાનો લાંબો પહોળો છે યાવત તેની સાધિક ત્રણ ગુણી પરિધિ છે. કોઈ મહાઋદ્ધિવાન, મહાનુભાવવાળા દેવ 'આ ચાલ્યો, આ ચાલ્યો' એમ કરીને, ત્રણ ચપટી વગાડે, તેટલા સમયમાં સંપૂર્ણ જંબૂદ્વીપને એકવીસ વાર પરિકમ્મા કરીને, શીધ્ર પાછા આવી જાય; આ પ્રકારની ઉત્કૃષ્ટ અને ત્વરાયુક્ત દેવગતિથી જતાં, એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ ચાલે, આ રીતે ઉત્કૃષ્ટ છ મહિના સુધી ચાલે, ત્યારે કોઈ જગ્યાની સમસ્કાયનો પાર પામી જાય છે અને કેટલાક સ્થળે તમસ્કાયનો પાર પામી શકતા નથી, તે ગૌતમ ! તમસ્કાય આટલી મોટી છે. | ६ अत्थि णं भंते ! तमुक्काए गेहा इ वा, गेहावणा इ वा ? णो इणढे समढे। अत्थि णं भते ! तमुक्काए गामा इवा, जाव सण्णिवेसा इ वा? णो इणढे समढे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તમસ્કાયમાં ઘર છે અથવા દુકાનો છે?
ઉત્તર– હે ગૌતમ ! ત્યાં ઘર કે દુકાનો નથી.
પ્રશ્ન- હે ભગવન! તમસ્કાયમાં ગ્રામ યાવત સન્નિવેશ પર્વતના સ્થાનો હોય છે?
ઉત્તર– હે ગૌતમ! ત્યાં પ્રામાદિ નથી. |७ अत्थि णं भंते ! तमुक्काए उराला बलाहया संसेयंति, सम्मुच्छंति,