________________
શતક-૬ : ઉદ્દેશક-૪
૨૨૫
છે, પ્રત્યાખ્યાનાપ્રત્યાખ્યાનનો સ્વીકાર કરે છે ?
ઉત્તર– હે ગૌતમ ! જે રીતે (સૂત્ર ૨૦–૨૧માં) ઔદ્દિકનું નિરૂપણ છે, તે જ રીતે પ્રત્યાખ્યાન સ્વીકાર કરવાના વિષયમાં જીવ અને ૨૪ દંડક સંબંધી કથન કરવું જોઈએ.
२४ जीवा णं भंते! किं पच्चक्खाणणिव्वत्तियाउया, अपच्चक्खाणणिव्वत्तियाउया, पच्चक्खाणा-पच्चक्खाणणिव्वत्तियाउया ?
गोयमा ! जीवा य वेमाणिया य पच्चक्खाणणिव्वत्तियाउया, एवं तिण्णि वि; अवसेसा अपच्चक्खाणणिव्वत्तियाउया ।
શબ્દાર્થ:पच्चक्खाणणिवत्तियाउया = પ્રત્યાખ્યાન નિર્વર્તિત આયુષ્યવાળા, પ્રત્યાખ્યાનમાં અર્થાત્ સંયમમાં આયુષ્ય બંધ કરેલા.
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શું જીવો, પ્રત્યાખ્યાનથી નિર્વર્તિત આયુષ્યવાળા છે, અપ્રત્યાખ્યાનથી નિર્વર્તિત આયુષ્યવાળા છે કે પ્રત્યાખ્યાનાપ્રત્યાખ્યાનથી નિર્વર્તિત આયુષ્યવાળા છે ? અર્થાત્ શું જીવોનું આયુષ્ય પ્રત્યાખ્યાનથી બંધાય છે, અપ્રત્યાખ્યાનથી બંધાય છે કે પ્રત્યાખ્યાનાપ્રત્યાખ્યાનથી બંધાય છે ?
ઉત્તર– હે ગૌતમ ! જીવો અને વૈમાનિક દેવ પ્રત્યાખ્યાનથી નિર્વર્તિત આયુષ્યવાળા છે, અપ્રત્યાખ્યાનથી નિર્વર્તિત આયુષ્યવાળા પણ છે અને પ્રત્યાખ્યાનાપ્રત્યાખ્યાનથી નિર્વર્તિત આયુષ્યવાળા પણ છે. શેષ સર્વ જીવો અપ્રત્યાખ્યાનથી નિર્વર્તિત આયુષ્યવાળા છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સમસ્ત જીવો માટે (૧) સામાન્યરૂપે પ્રત્યાખ્યાની આદિની (૨) પ્રત્યાખ્યાનાદિના જ્ઞાનની (૩) તેના સ્વીકારની તથા (૪) તત્સંબંધી આયુષ્યની વિચારણા કરી છે.
(૧)
સામાન્યરૂપે મનુષ્ય પ્રત્યાખ્યાની છે. મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિય પ્રત્યાખ્યાનનાપ્રત્યાખ્યાની છે. શેષ સર્વ ૨૨ દંડકના જીવો અપ્રત્યાખ્યાની છે. સમુચ્ચય જીવમાં ત્રણે ય બોલ છે.
(૨) પંચેન્દ્રિયના ૧૬ દંડકના જીવો પ્રત્યાખ્યાનાદિ ત્રણેયને જાણે છે. પાંચ સ્થાવર અને ત્રણ વિકલેન્દ્રિય પ્રત્યાખ્યાનાદિને જાણતા નથી.
(૩) મનુષ્ય પ્રત્યાખ્યાનનો સ્વીકાર કરી શકે, તિર્યંચ પંચેંદ્રિય પ્રત્યાખ્યાનાપ્રત્યાખ્યાનનો સ્વીકાર કરી શકે, શેષ સર્વ (૨૨ દંડક) પ્રત્યાખ્યાન કે પ્રત્યાખ્યાનાપ્રત્યાખ્યાનનો સ્વીકાર કરી શકતા નથી. અર્થાત્ તે જીવો અપ્રત્યાખ્યાની છે.
(૪) વૈમાનિક દેવોમાં કેટલાકનું આયુષ્ય પ્રત્યાખ્યાન અવસ્થામાં બાંધેલું હોય, કેટલાકનું અપ્રત્યાખ્યાન