________________
[ ૨૨૪]
શ્રી ભગવતી સૂત્ર-૨
અવસ્થામાં બાંધેલું હોય અને કેટલાકનું પ્રત્યાખ્યાનાપ્રત્યાખ્યાન અવસ્થામાં બાંધેલુ હોય છે. અર્થાત્ સર્વ વિરતિ, દેશવિરતિ અને અવિરતિ ત્રણે પ્રકારના જીવો વૈમાનિકના આયુષ્યનો બંધ કરી શકે છે. અર્થાત્ વર્તમાનમાં દેવભવને પ્રાપ્ત દેવે પૂર્વભવમાં પ્રત્યાખ્યાનાદિ ત્રણેયથી દેવાયુનો બંધ કર્યો હોય છે. શેષ ત્રેવીસ દંડકનો આયુષ્ય બંધ માત્ર અવિરતિ જીવ જ કરે છે. સામાન્ય જીવની પૃચ્છામાં વૈમાનિકનો સમાવેશ હોવાથી તેમાં ત્રણે ય પ્રકારના આયુષ્ય બંધવાળા કહ્યા છે. વિશેષ - પ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાનાપ્રત્યાખ્યાની અને અપ્રત્યાખ્યાની તે ત્રણે ય પ્રકારના જીવ વૈમાનિક દેવનો આયુબંધ કરી શકે છે. પરંતુ તેમાં અનુત્તર વિમાનના દેવાયુનો બંધ પ્રત્યાખ્યાની જીવો જ કરી શકે
२५ पच्चक्खाणं जाणइ, कुव्वइ, तिण्णेव आउणिव्वत्ती ।
सपएसुद्देसम्मि य एमए दंडगा चरो । ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ:- (૧) પ્રત્યાખ્યાન વિષયક સ્પષ્ટતા, (૨) પ્રત્યાખ્યાનાદિને જાણવા, (૩) પ્રત્યાખ્યાનાદિ કરવા તથા (૪) ત્રણે દ્વારા આયુષ્યની નિવૃત્તિ, આ ચાર આલાપકથી સપ્રદેશ નામના આ ઉદ્દેશકમાં પ્રત્યાખ્યાન સંબંધી વર્ણન છે. II હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. //
|શતક ૬/૪ સપૂર્ણ છે.