________________
શતક-૬ઃ ઉદ્દેશક-૪
[ ૨૧૯]
ભાષા–મનઃ પર્યાપ્તિઃ તેમાં ઉત્પત્તિનો વિરહ હોવાથી યથાયોગ્ય સ્થાનમાં ત્રણ ભંગ થાય છે. આહાર અપતિ – સમુચ્ચય જીવ અને એકેન્દ્રિયમાં એક છઠ્ઠો ભંગ છે. ૧૯ દંડકમાં છ ભંગ છે. તેનું કારણ એ છે કે આહાર અપર્યાપ્તિની સ્થિતિ એક—બે સમયની જ છે અને ઉત્પત્તિનો વિરહકાલ અંતર્મુહુર્ત આદિ અધિક સમયનો છે. તેથી પૂર્વે ઉત્પન્ન થયેલા જીવો એક સમયમાં આહાર અપર્યાપ્તિને પૂર્ણ કરી લે અને વિરહકાલમાં નવા જીવો ઉત્પન્ન થયા ન હોય ત્યારે આહાર અપર્યાપ્તિને પૂર્વે પ્રાપ્ત થયેલા જીવો અને આહાર અપર્યાપ્તિને પ્રાપ્ત કરતા જીવો, બંને પ્રકારના જીવો હોતા નથી આ રીતે તે અશાશ્વત છે. તેથી તેમાં છ ભંગ થાય છે.
શરીરાદિ પાંચ અપર્યાતિઃ - સમશ્ચય જીવ અને પાંચ સ્થાવરમાં એક છઠ્ઠો ભંગ. ત્રણ વિકલેન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિયમાં ત્રણ ભંગ થાય છે. કારણ કે ત્રણ વિકસેન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિયમાંઅંતર્મુહુર્તનો વિરહકાલ હોવા છતાં તેમાં અપર્યાપ્તાવસ્થાના અંતર્મુહૂર્તથી વિરહકાલનો અંતર્મુહૂર્તનાનો છે. તેથી પૂર્વે ઉત્પન્ન થયેલા જીવો પોતાની અપર્યાપ્તાવસ્થાને પૂર્ણ કરે તે પહેલાં જ વિરહકાલ પૂર્ણ થતાં અન્ય એક કે અનેક જીવો ઉત્પન્ન થાય છે અને તે અપર્યાપ્તાવસ્થાને પ્રાપ્ત કરે છે. તેથી તેમાં ત્રણ ભંગ ઘટિત થાય છે. નારકી, દેવ, મનુષ્યમાં છ ભંગ - અપર્યાપ્તની સ્થિતિ ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની હોય છે અને નારકી દેવ મનુષ્યનો વિરહ અનેક મૃહુર્ત દિવસ વગેરેનો હોય છે. આ કારણે તેમાં અપર્યાપ્તાવસ્થા અશાશ્વત છે. તેથી તેમાં છ ભંગ થાય છે. વર્ણિત વિષયના દ્વારોનું સંકલન :१९ सपएसा आहारग भविय, सण्णि लेसा दिट्ठि संजय कसाए ।
णाणे जोगुवओगे, वेए य सरीर पज्जत्ती ॥ ભાવાર્થ - (૧) સપ્રદેશી જીવાદિ (૨) આહારક (૩) ભવી (૪) સંશી (૫) લેશ્યા (૬) દષ્ટિ (૭) સંયત (૮) કષાય (૯) જ્ઞાન (૧૦) યોગ (૧૧) ઉપયોગ (૧૨) વેદ (૧૩) શરીર (૧૪) પર્યાપ્તિ. આ ચૌદ દારોનું કથન ઉપર કર્યું છે. વિવેચન :
શતક અથવા ઉદ્દેશકના વિષયોને સંકલિત કરનારી ગાથાઓ પ્રાયઃ પ્રારંભમાં હોય છે. પરંતુ ક્યાંક આ રીતે ઉદ્દેશકના કે વિષયના અંતે પણ જોવા મળે છે.
પ્રસ્તુત ગાથા(સૂત્ર)માં ૧૪ દ્વારના નામ કહ્યા છે. તે દ્વારના ૯૬ બોલ આ પ્રમાણે છે– (૧) સપ્રદેશી જીવાદિ-૨૬ (૨) આહારક–૨ (૩) ભવી-૩ (૪) સંજ્ઞી-૩ (૫) લેશ્યા-૮ (૬) દષ્ટિ-૩ (૭) સંત-૪ (૮) કષાય-૬ (૯) જ્ઞાન-૧૦ (૧૦) યોગ-૫ (૧૧) ઉપયોગ-૨ (૧૨) વેદ-પ (૧૩) શરીર-૭ (૧૪) પર્યાપ્તિ–૧૨. આ બોલોનું સ્પષ્ટીકરણ તે દ્વારોના વર્ણનમાં થયું છે.