________________
| ૨૧૮ |
શ્રી ભગવતી સત્ર-૨
વૈકિય શરીરીમાં જીવ અને દેવના ૧૩, નારકી, મનુષ્ય, તિર્યંચ પંચેન્દ્રિય, વાયુકાય કુલ ૧૭ દંડક છે. તેમાંથી જીવ અને વાયુકાયમાં એક છઠ્ઠો ભંગ. શેષ ૧૬ દંડકમાં ત્રણ ભંગ છે.
આહારક શરીરમાં જીવ અને એક મનુષ્યનો દંડક છે. આ બોલ અશાશ્વત છે તેથી તેમાં છ ભંગ થાય છે.
તૈજસ-કાશ્મણ શરીરમાં સમુચ્ચય જીવ અને ૨૪ દંડક છે. આ બોલનું ભંગ કથન ઉપર્યુક્ત સશરીરી પ્રમાણે છે.
અશરીરીમાં જીવ અને સિદ્ધ છે. અશરીરીરૂપે સિદ્ધની ઉત્પત્તિનો વિરહ હોવાથી ત્રણ ભંગ થાય છે.
(૧૪) પતિગત જીવોની સપ્રદેશતા-અપ્રદેશતા :१८ आहारपज्जत्तीए, सरीरपज्जत्तीए, इंदियपज्जत्तीए, आणापाणपज्जत्तीए जीवएगिदियवज्जो तियभंगो, भासा-मणपज्जत्तीए जहा सण्णी, आहार अपज्जत्तीए जहा अणाहारगा, सरीर अपज्जत्तीए, इदिय अपज्जत्तीए, आणापाण अपज्जत्तीए जीव-एगिदियवज्जो तियभंगो, णेरइय-देव-मणुएहिं छब्भंगा, भासामणअपज्जत्तीए जीवाइओ तियभंगो, णेरइय-देव-मणुएहिं छब्भंगा। ભાવાર્થ:- આહારપર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઈન્દ્રિયપર્યાપ્તિ અને શ્વાસોચ્છવાસ પર્યાપ્તિવાળા જીવોમાં જીવ અને એકેન્દ્રિયને છોડીને ત્રણ ભંગ જાણવા. ભાષા પર્યાપ્તિ અને મન:પર્યાપ્તિવાળા જીવોનું કથન સંજ્ઞી જીવોની સમાન જાણવું અર્થાત્ જીવ અને ૧૬ દંડકમાં ત્રણ ભંગ થાય છે.
આહાર અપર્યાપ્તિવાળા જીવોનું કથન અનાહારક જીવોની સમાન જાણવું અર્થાત્ જીવ અને એકેન્દ્રિયમાં અભંગ, શેષ ૧૯ દંડકમાં છ ભંગ છે. શરીર–અપર્યાપ્તિ, ઈન્દ્રિય અપર્યાપ્તિ અને શ્વાસોચ્છવાસ અપર્યાપ્તિવાળા જીવોમાં જીવ અને એકેન્દ્રિયને છોડીને ત્રણ ભંગ અને નૈરયિક, દેવ તથા મનુષ્યોમાં છ ભંગ. ભાષા અપર્યાપ્તિ અને મનઃઅપર્યાપ્તિવાળા જીવોમાં જીવાદિક પદોમાં(સમુચ્ચયજીવ અને ઔદારિકના ૯ દંડકમાં) ત્રણ ભંગ. નૈરયિક, દેવ અને મનુષ્યોમાં છ ભંગ. વિવેચન :
આહાર આદિ ચાર પર્યાપ્તિ અને ચાર અપર્યાપ્તિમાં સમુચ્ચયજીવ અને ૨૪ દંડક છે. ભાષા અને મન:પર્યાપ્તિ-અપર્યાપ્તિમાં સમુચ્ચય જીવ અને ક્રમશઃ ૧૯ તથા ૧૬ દંડક છે.
આહારાદિ ચાર પયંતિ - સમુચ્ચય જીવ અને એકેન્દ્રિયમાં ઉત્પત્તિનો વિરહ ન હોવાથી એક છઠ્ઠો ભંગ અને શેષ ૧૯ દંડકમાં ઉત્પત્તિનો વિરહ હોવાથી ત્રણ ભંગ થાય છે.