________________
શતક-૬ઃ ઉદ્દેશક-૪
૨૧૭ ]
વેદીમાં જીવાદિ પદોમાં (સમુચ્ચય જીવ અને યોગ્ય દંડકમાં)ત્રણ ભંગ જાણવા. વિશેષતા એ છે કે નપુંસક વેદમાં એકેન્દ્રિયમાં અભંગ. અવેદકનું કથન અકષાયીની જેમ છે અર્થાતુ જીવ, મનુષ્ય અને સિદ્ધમાં ત્રણ ભંગ.
વિવેચન :
સદીમાં જીવ અને ૨૪ દંડક છે. તેનું ભંગ કથન સકષાયી જીવની જેમ કહ્યું છે. તે આ પ્રમાણે છે– સમુચ્ચય જીવ ૧૯ દંડકમાં ત્રણ ભંગ, એકેન્દ્રિયમાં અભંગ હોય છે.
સ્ત્રીવેદી-પુરુષવેદીમાં દેવ, મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિયના ૧૫ દંડક છે. તેમાં ત્રણ ભંગ છે.
નપુંસકવેદીમાં દેવના ૧૩ દંડક છોડીને ૧૧ દંડક છે. તેમાંથી એકેન્દ્રિયાદિમાં એક છઠ્ઠો ભંગ છે. શેષ ૬ દંડકમાં ઉત્પત્તિ વિરહ કારણે ત્રણ ભંગ થાય છે.
અવેદીમાં જીવ, સિદ્ધ અને મનુષ્યનો એક દંડક છે. તેની પ્રાપ્તિનો વિરહ હોવાથી ત્રણ ભંગ થાય છે.
વિશેષ– સદીમાં ૯ ગુણસ્થાન છે અને અવેદીમાં ૯ થી ૧૪ એટલે ૬ ગુણસ્થાન છે. (૧૩) શરીરગત જીવોની સપ્રદેશતા અપ્રદેશતા :
१७ ससरीरी जहा ओहिओ। ओरालिय-वेउव्वियसरीराणं जीव-एगिदियवज्जो तियभंगो। आहारगसरीरे जीव-मणुएसु छब्भंगा,तेयग-कम्मगाणं जहा ओहिया। असरीरेहिं जीव-सिद्धेहिं तियभंगो। ભાવાર્થ - જેમ ઔધિક જીવોનું કથન કર્યું, તે રીતે સશરીરી જીવોના વિષયમાં કહેવું જોઈએ. ઔદારિક અને વૈક્રિયશરીરી જીવોમાં જીવ અને એકેન્દ્રિયને છોડીને ત્રણ ભંગ કહેવા. આહારક શરીરી જીવોમાં જીવ અને મનુષ્યોમાં છ ભંગ કહેવા. તેજસ અને કાર્મણ શરીરી જીવોનું કથન ઔવિક જીવોની સમાન જાણવું. અશરીરી, જીવ અને સિદ્ધોને માટે ત્રણ ભંગ કહેવા.
વિવેચન :
સશરીરીમાં સમુચ્ચય જીવ અને ૨૪ દંડક છે. સશરીરી બોલ અનાદિ છે તેમાં સમુચ્ચય જીવમાં સર્વ સંપ્રદેશનો પ્રથમ ભંગ, સશરીરી એકેન્દ્રિયાદિમાં એક છઠ્ઠો ભંગ અને શેષ ૧૯ દંડકમાં વિરહકાળ હોવાથી ૩ ભંગ થાય છે.
દારિક શરીરીમાં સમુચ્ચય જીવ અને દેવ-નારકીના ૧૪ દંડક છોડીને ૧૦ દંડક છે. તેમાંથી જીવ અને પાંચ એકેન્દ્રિયમાં એક છઠ્ઠો ભંગ. શેષ પાંચ દંડકમાં ત્રણ ભંગ છે.