________________
૨૧૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૨
ભાવાર્થ:- જે રીતે ઔવિક જીવોનું કથન કર્યું, તે રીતે સયોગી જીવોનું કથન કરવું જોઈએ. મનયોગી, વચનયોગી અને કાયયોગીમાં જીવાદિ પદોમાં ત્રણ ભંગ. તેમાં વિશેષતા એ છે કે કાયયોગી એકેન્દ્રિયમાં અભંગ હોય છે. અયોગી જીવોનું કથન અલેશી જીવોની સમાન છે અર્થાત્ જીવ અને સિદ્ધમાં ત્રણ ભંગ. અયોગી મનુષ્યમાં છ ભંગ હોય છે.
વિવેચન :
સયોગીમાં સમુચ્ચય જીવ અને ૨૪ દંડક છે. સયોગીપણું અનાદિભાવ છે માટે સયોગી સમુચ્ચય જીવોમાં એક પ્રથમ ભંગ છે. પાંચ એકેન્દ્રિયમાં એક છઠ્ઠો ભંગ છે અને શેષ ૧૯ દંડકમાં વિરહકાળ હોવાથી ત્રણ ભંગ છે.
મનયોગીમાં પાંચ એકેન્દ્રિય, ત્રણ વિકસેન્દ્રિયને છોડીને જીવ અને ૧૬ દંડક છે. તેમાં યોગનું પરિવર્તન થવાથી અને વિરહકાળ હોવાથી ત્રણ ભંગ.
વચનયોગીમાં પાંચ એકેન્દ્રિયને છોડીને જીવ અને ૧૯ દંડક છે. તેમાં યોગ પરિવર્તન તથા વિરહકાળના કારણે ત્રણ ભંગ છે.
કાયયોગીમાં જીવ અને ૨૪ દંડક છે. તેમાંથી પાંચ એકેન્દ્રિયમાં એક છઠ્ઠો ભંગ છે, જીવ અને ૧૯ દંડકમાં ત્રણ ભંગ થાય છે.
(૧૧) ઉપયોગગત જીવોની સપદેશતા અપ્રદેશતા :१५ सागरोवउत्त-अणागारोवउत्तेहिं जीव एगिंदियवज्जो तियभंगो । ભાવાર્થ - સાકારોપયોગી અને અનાકારોપયોગી જીવોમાં જીવ અને એકેન્દ્રિયને છોડીને ત્રણ ભંગ. વિવેચન :
સમુચ્ચય જીવ, ૨૪ દંડક અને સિદ્ધોમાં બંને ઉપયોગ હોય છે.
સમુચ્ચય જીવ અને એકેજિયમાં એક છઠ્ઠો ભંગ હોય છે. શેષ. ૧૯ દંડક અને સિદ્ધોમાં ઉત્પત્તિ વિરહ અને ઉપયોગના પરિવર્તનના કારણે ત્રણ ભંગ હોય છે. (૧ર) વેદગત જીવોની સપ્રદેશતા અપ્રદેશતા :१६ सवेयगा य जहा सकसाई । इत्थिवेयग-पुरिसवेयग-णपुंसगवेयगेसुजीवाइओ तियभंगो । णवरंणपुंसगवेदे एगिदिएसु अभंगयं । अवेयगा जहा अकसाई । ભાવાર્થ - સવેદક જીવોનું કથન સકષાયી જીવોની સમાન જાણવું. સ્ત્રીવેદી, પુરુષવેદી અને નપુંસક