________________
શતક-દઃ ઉદ્દેશક-૪
.
[ ૨૧૫ |
સાદિ અને અપ્રદેશી થાય છે. નારકીમાં માન, માયા, લોભ અશાશ્વત છે. દેવતામાં ક્રોધ, માન, માયા અશાશ્વત છે. (૯) જ્ઞાની અજ્ઞાની જીવોની સપ્રદેશતા અપ્રદેશતા :१३ ओहियणाणे आभिणिबोहियणाणे सुयणाणे जीवाइओ तियभंगो । विगलिंदिएहिं छब्भंगा। ओहिणाणे, मणपज्जवणाणे, केवलणाणे जीवाइओ तियभंगो । ओहिए अण्णाणे, मइअण्णाणे, सुयअण्णाणे, एगिदियवज्जो तियभंगो । विभंगणाणे जीवाइओ तियभंगो ।
ભાવાર્થ:- સમુચ્ચય જ્ઞાની, આભિનિબોધિક જ્ઞાની અને શ્રુતજ્ઞાનીમાં જીવાદિકમાં(સમુચ્ચય જીવ અને ૧૬ દંડકમાં)ત્રણ ભંગ. વિકલેન્દ્રિયમાં છ ભંગ. અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની અને કેવળજ્ઞાની જીવાદિકમાં (સમુચ્યજીવ અને યથાયોગ્ય દંડકમાં)ત્રણ ભંગ હોય છે.
સમુચ્ચય અજ્ઞાની, મતિ અજ્ઞાની અને શ્રુત અજ્ઞાનીમાં એકેન્દ્રિયને છોડીને ત્રણ ભંગ અને વિભંગ– જ્ઞાની જીવાદિકમાં(સમુચ્ચયજીવ અને ૧૬ દંડકમાં)ત્રણ ભંગ હોય છે.
વિવેચન :
સમુચ્ચયજ્ઞાની, મતિજ્ઞાની, શ્રતજ્ઞાનીમાં એકેન્દ્રિય સિવાય જીવ અને ૧૯ દંડક છે. તેમાંથી વિકલેન્દ્રિયમાં જ્ઞાનાદિભાવ અશાશ્વત હોવાથી છ ભંગ છે. દેવના ૧૩, નારકી, મનુષ્ય, તિર્યંચ પંચેન્દ્રિય આ ૧૬ દંડકમાં જ્ઞાનોત્પત્તિના વિરહના કારણે ત્રણ ભંગ થાય છે. અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, કેવળજ્ઞાની :- અવધિજ્ઞાનમાં ૧૩ દેવ, નારકી, મનુષ્ય, તિર્યંચ પંચેન્દ્રિયના ૧૬ દંડક છે. મન:પર્યવજ્ઞાનમાં જીવ અને મનુષ્યનો એક દંડક, કેવળજ્ઞાનમાં જીવ, સિદ્ધ અને મનુષ્યનો ૧ દંડક છે. આ ત્રણે જ્ઞાનની પ્રાપ્તિનો વિરહ હોવાથી ત્રણ ભંગ થાય છે.
સમુચ્ચય અશાની, મતિઅજ્ઞાની, શ્રતઅશાનીમાં જીવ અને ૨૪ દંડક છે. તેમાંથી એકેન્દ્રિયમાં છઠ્ઠો ભંગ છે. શેષ ૧૯ દંડકમાં વિરહના કારણે ૩ ભંગ છે.
વિભંગણાનમાં પાંચ એકેન્દ્રિય, ૩ વિકસેન્દ્રિયને છોડીને ૧૬ દંડક છે. તેમાં વિરહકાળના કારણે ૩ ભંગ થાય છે. (૧૦) યોગગત જીવોની સપ્રદેશતા અપ્રદેશતા :१४ सजोगी जहा ओहिओ। मणजोगी, वयजोगी, कायजोगी जीवाइओतियभंगो, णवरं कायजोगी एगिदियेसु अभंगयं । अजोगी जहा अलेस्सा ।