________________
૨૧૪]
શ્રી ભગવતી સૂત્ર
(૮) કષાયગત જીવોની સપ્રદેશતા અપ્રદેશતા :१२ सकसाईहिं जीवाइओ तियभंगो । एगिदिएसु अभंगयं । कोहकसाईहिं जीवएगिदियवज्जो तियभंगो । देवेहिं छब्भंगा । माणकसाई-मायाकसाईहिं जीवए गिदियवज्जो तियभंगो। णेरइय-देवेहिं छब्भंगा । लोभकसाईहिं जीव एगिदिय वज्जो तियभंगो । णेरइएसु छब्भंगा । अकसाई जीवमणुयसिद्धेहिं तियभंगो। ભાવાર્થ :- સકષાયી જીવાદિકમાં(સમુચ્ચય જીવ, ૧૯ દંડકમાં)ત્રણ ભંગ. એકેન્દ્રિય સકષાયીમાં અભંગક(એક ભંગ). ક્રોધકષાયી જીવોમાં જીવ અને એકેન્દ્રિયને છોડીને ત્રણ ભંગ. દેવમાં છ ભંગ. માનકષાયી અને માયાકષાયીમાં જીવ અને એકેન્દ્રિયને છોડીને ત્રણ ભંગ. નૈરાયિકો અને દેવોમાં છ ભંગ. લોભકષાયી જીવોમાં જીવ અને એકેન્દ્રિયને છોડીને ત્રણ ભંગ. નૈરયિક જીવોમાં છ ભંગ. અકષાયી જીવોમાં જીવ, મનુષ્ય અને સિદ્ધોમાં ત્રણ ભંગ.
વિવેચન :
સકષાયી અને ક્રોધાદિ ચારે કષાયીમાં જીવ અને ૨૪ દંડક છે. અકષાયમાં મનુષ્ય અને સિદ્ધ છે. સકષાયી મનુષ્યમાં ત્રણ ભંગ :- સંસારમાં સકષાયીપણું અનાદિ ભાવ રૂ૫ છે તેમ છતાં ઉપશમ શ્રેણીથી પડતા જીવોને તેની આદિ પણ થાય છે. તેથી તેમાં સાદિ અને અપ્રદેશી અવસ્થા હોવાથી તેમાં ત્રણ ભંગ થાય છે (૧) જ્યારે ઉપશમ શ્રેણીથી પડતો કોઈ જીવ ન હોય ત્યારે પ્રથમ સર્વ પ્રદેશી ભંગ ઘટિત થાય છે (૨) ઉપશમ શ્રેણીથી પડતો એક જીવ સકષાયીપણાના પ્રથમ સમયવર્તી હોય ત્યારે અનેક સંપ્રદેશી અને એક અપ્રદેશી પાંચમો ભંગ ઘટિત થાય છે. (૩) ઉપશમ શ્રેણીથી પડતા ઘણા જીવ હોય તો છઠ્ઠો અનેક સંપ્રદેશી, અનેક અપ્રદેશી ભંગ ઘટિત થાય છે.
ક્રોધઃ- જીવ અને એકેન્દ્રિયમાં છઠ્ઠો ભંગ છે. દેવમાં ક્રોધ અશાશ્વત છે તેથી દેવના ૧૩ દંડકમાં છ ભંગ. નારકી, ૩ વિકસેન્દ્રિય, મનુષ્ય, તિર્યંચ, પંચેન્દ્રિય, આ છ દંડકમાં ઉત્પત્તિ વિરહના કારણે ત્રણ ભંગ થાય છે.
માન-માયા – નારકી અને દેવમાં માન, માયા, અશાશ્વત છે તેથી દેવના ૧૩ દંડક અને ૧ નારકીનો તે ૧૪ દંડકમાં છ ભંગ. ૩ વિકસેન્દ્રિય, મનુષ્ય, તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પત્તિ વિરહના કારણે ત્રણ ભંગ થાય છે.
લોભ :- નારકીમાં લોભ અશાશ્વત છે. તેથી નારકીના એક દંડકમાં છ ભંગ. ૧૩ દેવના, ૩ વિકલેન્દ્રિય, મનુષ્ય, તિર્યંચ પંચેન્દ્રિય, તે ૧૮ દંડકમાં ઉત્પત્તિ વિરહના કારણે ત્રણ ભંગ થાય છે. અકષાયી – અકષાયીમાં જીવ, સિદ્ધ અને મનુષ્યનો એક દંડક છે. તેમાં ઉત્પત્તિ વિરહના કારણે ત્રણ ભંગ થાય છે.
વિશેષ– સંસારમાં સકષાયી જીવ અનાદિથી છે છતાં ઉપશમ શ્રેણીથી પડતા જીવોને કારણે સકષાયી